Sunday, October 17, 2021
Homeવાઇબ્રન્ટમાં આવેલા મહેમાનોનાં વાહનો જ પોલીસ ટૉ કરી લઈ ગઈ
Array

વાઇબ્રન્ટમાં આવેલા મહેમાનોનાં વાહનો જ પોલીસ ટૉ કરી લઈ ગઈ

અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સંદર્ભે અમદાવાદ એરપોર્ટ પર પોલીસના વાહનો માટે અલગ જગ્યા ફાળવાઈ છે. દરમિયાન બહારગામથી આવેલા અધિકારીઓને લઈને આવેલા 20થી 25 વાહનો પોલીસના પાર્કિંગમાં પાર્ક કર્યાં હતાં. આ સમયે ટ્રાફિક વિભાગે વાહનો ટૉ કરવાનું શરૂ કર્યું હતું અને પાંચથી વધુ વાહનો જમા લઈ લીધાં હતાં.

પોલીસે વાહનો ટૉ કરવાનું ચાલુ રાખતા અધિકારી ગુસ્સે થયા

આ અંગે એક સરકારી અધિકારી કે જે લાઈઝનિંગનું કામ કરી રહ્યા હતા તેમને ફરિયાદ કરવામાં આવતા તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. પરંતુ તેમ છતાં ટ્રાફિક પોલીસે વાહનો ટૉ કરવાનું ચાલુ રાખતા આ અધિકારી ગુસ્સે થયા હતા. તેમણે બૂમો પાડી પોલીસને સંબોધીને કહ્યું હતું કે, હું આ બધા વાહનો અહીંથી બહાર કાઢવાનું કહી દઉં છું તમે વાઈબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ કરી જુઓ તો ખબર પડશે. બહારગામથી તકલીફ વેઠીને આવેલા મહેમાનોના વાહનો તમને કેમ નડે છે. બૂમાબૂમ સાંભળી લોકો ટોળા ભેગા થઈ ગયા હતા

પોલીસને રોજ એક સ્વીટ સાથે ફૂડ પેકેટ અપાશે

વાઇબ્રન્ટ સમિટના બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલા પાંચ હજાર જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે દરરોજ એક સ્વીટ સાથે કાઠિયાવાડી, પંજાબી અને ગુજરાતી પૈકી બે સબ્જી, રોટી-પુરી અથવા પરોઠા અને ખીચડી-કઢી અથવા જીરા રાઈસ-દાલ ફ્રાય, સલાડ, પાપડ આપવામાં આવશે. ફિક્સ ફૂડ પેકેટની સાથે દરેક પોલીસ કર્મચારીને પાણીની બોટલ, મુખવાસ અને પેપર નેપકીન અપાશે. જેમાં ફૂડની ક્વોલિટી જળવાઇ રહે તે માટે કેટરર્સને 50 હજાર જેટલા ફૂડ પેકેટના ઓર્ડર આપવામાં આવ્યા છે.

20 ફાયર વ્હીકલ, 150 ફાયરમેન તહેનાત

વાઇબ્રન્ટ સમિટની સાથે યોજાઇ રહેલા મેગા એક્ઝિબીશનમાં 4 દિવસ દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો ઉપરાંત લાખ્ખોની મેદની ઉમટવાની હોવાથી આગ અને અન્ય કુદરતી કે કૃત્રિમ આફતના સમયમાં રાહત, બચાવ કામગીરી કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે અને 2 વખત તો મોકડ્રીલ પણ કરી લેવાઇ છે. ત્યારે વાઇબ્રન્ટના દિવસો દરમિયાન 20 ફાયર વ્હિકલને 150 ફાયરમેન સહિત તહેનાત રખાશે.

સરકારી કર્મી કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે

વિવિધ માંગણીનો ઉકેલ નહીં આવતા સરકારી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વાઇબ્રન્ટનો વિરોધ કરરશે. જ્યારે બોર્ડ નિગમના કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચનો લાભ આપવા સહિતની માંગણીઓ પડતર હોવાથી 17મીએ કા‌ળા બલૂન ઉડાડીને વિરોધ કરશે, જ્યારે 18મીએ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવશે તેમ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments