Thursday, May 19, 2022
Homeવાઇબ્રન્ટમાં ઐતિહાસિક નિર્ણય, ભારતીયો હવે યુરોપ, US નહિં પણ ઇન્ડિયન સાઈઝના વસ્ત્રો...
Array

વાઇબ્રન્ટમાં ઐતિહાસિક નિર્ણય, ભારતીયો હવે યુરોપ, US નહિં પણ ઇન્ડિયન સાઈઝના વસ્ત્રો પહેરશે

- Advertisement -

અમદાવાદ: અત્યાર સુધી ભારતીયો યુરોપ અને અમેરિકન સ્ટાન્ડર્ડ સાઈઝના કપડાં પહેરતા હતા. ઘર આંગણે બનતા કપડાં પણ આજ સાઈઝમાં બનતા હતા. પરંતુ ભારત સરકારે હવે દેશના ગારમેન્ટ ઉદ્યોગ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાઈઝ બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે વાઈબ્રન્‍ટ ગ્‍લોબલ સમિટના અંતિમ દિવસે ટેક્સટાઇલ કોન્‍કલેવ અંતર્ગત આયોજિત એક્સપ્‍લોરિંગ ગ્રોથ પોટેન્શિયલ ઇન ટેક્સટાઇલ ફોર બિલ્‍ડીંગ ન્‍યૂ ઇન્‍ડિયા વિષયક સેમિનારમાં આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. જે અંગેની ઔપચારિક ઘોષણા ટૂંક સમય થઈ શકે છે.

ટેક્સટાઈલ યુનિટ માટે વ્યાજમાં છ ટકા સુધીની સબસિડી આપવાનો નિર્ણય

સ્થાનિક માગ પર આંકડાકીય અભ્યાસ શરૂ કરાશે

ભારત આ પ્રકારના વિશિષ્ટ કદ અને કાપડ અને વસ્ત્રોમાં માપ લેવા માટે અભ્યાસ શરૂ કરશે. કાપડ યોગ્ય નીતિ સાથે બજારમાં આવે તે માટે સરકાર ભારતીય બજારમાં સ્થાનિક માગ પર આંકડાકીય અભ્યાસ શરૂ કરશે. આ કોન્કલેવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાવરલૂમ યુનિટોને રાહત મળે તે માટે વીવીંગ માટે રૂા. ત્રણ અને અન્ય પ્રોસેસ માટે રૂા. બે ની વીજ બિલમાં પ્રતિ યુનિટ છૂટછાટ જાહેર કરી હતી.

દેશમાં સાઈઝ ઇન્ડિયા પ્રોજેક્ટ શરુ કરાશે

કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે,ભારત સરકાર ટૂંક સમયમાં જ ભારતીય બજારની સમગ્ર સ્થાનિક માંગને વર્ગીકૃત કરવા આંકડાકીય અભ્યાસ શરૂ કરશે, જેથી તે નીતિ નિર્માણ માટે આધાર બની શકે અને ઉદ્યોગ અને ઉત્પાદનની શક્યતાઓને વધુ મજબૂત બનાવશે. ભારતની વસ્ત્રોની નિકાસ અન્યમાં સૌથી મોટો પડકાર છે કે ભારતની પોતાની કોઈ સાઈઝ નથી. યુકે પાસે સાઈઝ છે, યુએસનું પણ સ્ટાન્ડર્ડ છે, યુરોપનું કદ અને માપ છે. જેના માટે ટૂંક સમયમાં એક સાઈઝ ઇન્ડિયા પ્રોજેક્ટ સમગ્ર દેશમાં શરુ કરાશે. ભારતીય ઇતિહાસમાં આવું પહેલીવાર આવું થઇ રહ્યું છે.

ટેક્સટાઇલને પ્રોત્સહન આપવા લોન ઉપર વ્યાજ સબસિડી

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ટેક્સટાઇલ ક્ષેત્ર રોજગારી આપવામાં હંમેશાથી અગ્રેસર રહ્યું છે અને ગુજરાત ટેક્સટાઇલનું હબ છે. ટેક્સટાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે ટેક્સટાઇલ યુનિટ શરૂ કરવા માટે લેવામાં આવતી લોન ઉપર રાજ્ય સરકારે છ ટકા સુધીની વ્યાજમાં સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. પાવરલૂમ યુનિટોને રાહત મળે તે માટે વીવીંગ માટે રૂ. ત્રણ અને અન્ય પ્રોસેસ માટે રૂ. 2ની વીજ બિલમાં પ્રતિ યુનિટ છૂટછાટ જાહેર કરવામાં આવે છે.

રિબેટ ઓફ સ્ટેટ લેવિઝમાં રાહત ઉપર ટૂંક સમયમાં નિર્ણય

ટેક્સટાઇલ મંત્રી સ્મૃતી ઇરાનીએ ટેક્સટાઇલ કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, ટેકનોલોજી અપગ્રેડેશન ટેક્સટાઇલ સેક્ટર માટે પડકાર જનક બાબત છે. ઉદ્યોગો ટેકનોલોજી તરફ વધુ ભાર આપે તો સેક્ટરનો ગ્રોથ ઝડપભેર આગળ વધશે. ચરખાથી શરૂ થયેલું વણાટકામ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચ્યું છે. સેક્ટરને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આરઓએસએલ ( રિબેટ ઓફ સ્ટેટ લેવિઝ) અને અન્ય ટેક્સમાં ટુંકાગાળામાં રાહત આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular