વાઇબ્રન્ટમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ગેરહાજર, મોદીએ એકલા જ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવી પડશે

0
35

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પીએમ મોદીના હસ્તે પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સમારોહમાં આજે પીએમની સાથે સાથે પરિવહન મંત્રી નીતિન ગડકરી, સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ અને નાણાંમંત્રી અરૂણ જેટલી ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ આ ત્રણેય કેન્દ્રીય મંત્રીમાંથી એક પણ મંત્રી આવ્યા નથી. માત્ર એટલું જ નહીં, આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસ પણ હાજર રહ્યા નથી. જોકે અરૂણ જેટલી હાલ બીમાર હોવાથી સારવાર અર્થે વિદેશ જતાં હાજર રહી શક્યા નથી.

આ સમિટમાં પ્રથમ વખત આજે(શુક્રવારે) પીએમ મોદી સોવરિન અને પેન્શન ફંડનું ટ્રિલિયન ડોલર ફંડ ધરાવતા વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી દેશમાં રોકાણની તક અને નીતિઓ વિશે માહિતી આપીને તેમની સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં તેની સાથે આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસ અને નાણાંમંત્રી અરૂણ જેટલી પણ હાજર રહેવાના હતા. પરંતુ હવે તેઓ આવવાના ન હોવાથી પીએમ મોદીએ એકલા જ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here