Saturday, October 23, 2021
Homeવાઇબ્રન્ટ સમિટને પગલે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત, 600 CCTV બાજનજર રાખશે, 5000 પોલીસ...
Array

વાઇબ્રન્ટ સમિટને પગલે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત, 600 CCTV બાજનજર રાખશે, 5000 પોલીસ ખડેપગે રહેશે

ગાંધીનગરઃ 18થી 20 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદી અને વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી ગુજરાત સરકારે પાંચ હજારથી વધુ પોલીસ કર્મીઓને ફરજ સોંપી છે. મહાત્મા મંદિરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ને લઈ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેથી 16 જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે.

વીવીઆઈપીની સુરક્ષા માટે અલગ અલગ સુરક્ષા પોઇન્ટ જેવા કે રાજ ભવન, મહાત્મા મંદિર, એરપોર્ટથી ગાંધીનગરનો માર્ગ, આ જગ્યા ઉપર વિશેષ બંદોબસ્ત ઉપરાંત CCTV લગાવાયા છે. ખાસ કરી ગાંધીનગરના હેલિપેડ અને મંત્રી આવાસ વિસ્તારમાં 600થી વધુ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, જેથી મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધીની વીવીઆઈપીની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે.

આ ઉપરાંત મહાત્મા મંદિરની આસપાસ ડ્રોન દ્વારા ટ્રેકિંગ કરવામાં આવશે અને વાઇબ્રન્ટ સમિટના સ્થળ મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધી લાવવા અને લઇ જવા માટે વિશેષ 5 પાઈલોટિંગ સેલ બનાવવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા કરાશે.

માત્ર એટલું જ નહીં, દરેક પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોતાના મોબાઇલ પરથી જ તેમને ફાળવાયેલ અને તેના પોઇન્ટ અંગેની માહિતી આપવામાં આવશે. તેમજ અલગ-અલગ જિલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓને તબક્કાવાર બંદોબસ્ત પોઇન્ટ ફાળવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments