વાઇબ્રન્ટ સમિટમાં મોદીના કટઆઉટ સાથે સેલ્ફી માટે પડાપડી, મહાત્મા મંદિરમાં ચરખો સૂનો પડ્યો

0
30

અમદાવાદઃ મહાત્મા મંદિરમાં ચાલી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનો પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ન કરી શક્યા હોય કે ઝલક પણ ન જોઈ શક્યા હોય તેવા મોદીના ફેન માટે વાઇબ્રન્ટ સમિટમાં એક ખાસ સ્ટોલ ઉભો કર્યો છે. જ્યાં ફેન્સ મોદી સાથે ફોટો પડાવીને વાઇબ્રન્ટ યાદગીરી સાથે લઈ જતા જોવા મળી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, લોકો મહાત્મા મંદિરમાં બાપુના ચરખાને બદલે મોદીના કટઆઉટ સાથે સેલ્ફી માટે પડાપડી કરી રહ્યા છે.

મોદી સાથે ફોટો પડાવવા માટે ખાસ સ્ટોલ ઉભો કર્યો

સામાન્ય રીતે વાઇબ્રન્ટ સમિટમાં મૂડી રોકાણકારો અને ઉદ્યોગકારો સાથે આવતા મહેમાનો એવી આશા સાથે આવે છે કે નરેન્દ્ર મોદી જોવા મળશે, મોદીને સાંભળવાની તક મળશે અથવા તેની સાથે ફોટો પડાવવા મળશે. પરંતુ વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ પણ નરેન્દ્ર મોદી તમારી સાથે છે તેવો અહેસાસ કરાવવા માટે અને મોદી સાથે ફોટો પડાવવા માટે ખાસ સ્ટોલ ઉભો કરાયો છે.

મોદી સાથેનો ફોટો ઈ-મેલ દ્વારા મોકલાશે

આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદીના માર્કેટિંગના સ્ટોલ લાગેલા છે. જેમાં મોદી મર્ચેન્ડાઈઝ નામનો પણ એક સ્ટોલ છે. જેમાં મોદી માસ્કથી માંડી મોદી ટી-શર્ટ વેચાય છે તો બાજુમાં લાગેલા એક સ્ટોરમાં મોદી કુર્તાની બોલબાલા પણ છે. આ ઉપરાંત આ સ્ટોલમાં જેમાં પિક્ચર વિથ મોદીનો પણ વિભાગ છે. આ વિભાગમાં મોદીના ફોટો સાથે તમારો ફોટો પડાવો અને ઈ-મેલ દ્વારા તમને મોદી સાથેનો ફોટો મોકલાશે. જેને પગલે નરેન્દ્ર મોદી સાથે ફોટોઝ પડાવવા માટે છેલ્લા બે દિવસથી લાંબી લાઈનો લાગી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here