વાઇબ્રન્ટ સમિટ માટે PM બે દિવસ ગુજરાતમાં, અ’વાદ શોપિંગ ફેસ્ટિ.માં ખરીદી કરશે

0
50

 • CN24NEWS-11/01/2019
 • અમદાવાદઃ 18 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેશે. જેને પગલે પીએમ બે દિવસ દરમિયાન વાઇબ્રન્ટ સમિટ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા 17 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેમજ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરવા પણ જશે.
 • પીએમ વાઇબ્રન્ટ સમિટથી લઈ VS હોસ્પિ.નું ઉદ્ઘાટન કરશે

  • 17થી 18 જાન્યુઆરી સુધીનો પીએમનો કાર્યક્રમ

   1.* 17 જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યે વાઇબ્રન્ટ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.

   * સાંજે ચાર વાગ્યે વી.એસ. હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જશે, જ્યાં કેટલાક લોકો સાથે બેઠક કરશે.

   * સાંજે છ વાગ્યે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જઈ ખરીદી કરશે.

   18મીએ સવારે 10 વાગ્યે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.

   મહાત્મા મંદિર ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય મૂડી રોકાણકારોની ગોળમેજી પરિષદમાં હાજરી આપી મૂડી રોકાણકારો અને વિદેશી મહેમાનો સાથે વન ટુ વન મીટિંગ કરશે.

   પીએમ ચોક્કસ મહેમાનો સાથે ગાલા ડિનર મહાત્મા મંદિરના ટેરેસ પર કરશે.

  • મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રોની ટ્રાયલ રન નહીં થઈ શકે
   2.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પ્રોજેક્ટ એવા મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન વાઇબ્રન્ટ દરમિયાન થઈ શકશે નહીં તેવી સ્પષ્ટતા રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કરી હતી.
  • પાકિસ્તાની ઉદ્યોગપતિઓ સમિટમાં નહીં પણ GCCIની બેઠકમાં આવશે
   3.રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી.  પરંતુ આ સમિટ દરમિયાન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની બેઠક બોલાવી છે તેમાં પાકિસ્તાનના ઉદ્યોગોનું પ્રતિનિધિમંડળ હાજરી આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here