- Advertisement -
અમદાવાદઃ અમદાવાદમાં આગામી જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ, શોપિંગ ફેસ્ટિવલ અને ફ્લાવર-શો હોવાથી વીવીઆઈપી અને દેશ-વિદેશના લોકો શહેરના મહેમાન બનશે. આથી પૂર્વ અ્ને પશ્ચિમને જોડતાં શહેરના 8 બ્રિજ, રિવરફ્રન્ટ, અંડરપાસ, મોડલ રોડ તેમજ શહેરના મોટા સર્કલોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. શોપિંગ ફેસ્ટિવલ 28 જાન્યુઆરી સુધી ચાલવાનો હોવાથી શહેરીજનોને ત્રણ અઠવાડિયા સુધી રાત્રે તહેવાર જેવો માહોલ જોવા મળશે. સરકારી કાર્યક્રમોમાં શહેરને શણગારવામાં આવે છે. જ્યારે દિવાળીમાં શહેરમાં ક્યાંય રોશની કરવામાં આવી નહોતી.