Wednesday, December 8, 2021
Homeવાઘા બોર્ડર પર દેશના વિંગ કમાન્ડર પહોંચ્યા, ભારતને ‘અભિનંદન’
Array

વાઘા બોર્ડર પર દેશના વિંગ કમાન્ડર પહોંચ્યા, ભારતને ‘અભિનંદન’

ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડર પરથી ભારત પરત ફરવા જઈ રહ્યા છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરતી વખતે અભિનંદનનું વિમાન પીઓકેમાં ભાંગી પડ્યું હતું, તે પછી પાકિસ્તાનના સૈનિકોએ તેને પકડી લીધો હતો અને આજે પાકિસ્તાન તેને પારત કરી રહ્યું છે. હાલમાં વાઘા બોર્ડર પર હજારોની સંખ્યામાં લોકો હાજર છે અને ત્યાં ગજબનો જોશ જોવા મળી રહ્યા છે. અભિનંદનને પાકિસ્તાનથી ભારત લાવવા સુધીની આજનો શું છે ઘટના ક્રમ જુઓ અહીં…

બીએસએફના જવાન થોડા જ સમયમાં અટારી બોર્ડર પર મીડિયા બ્રિફિંગ કરી શકે છે. જેની તૈયારીઓ થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે સમયે વિંગ કમાન્ડર અભિનંદન હાજર રહી શકે છે. અભિનંદન થોડી જ ક્ષણોમાં ભારત પરત ફરશે અને ત્યાંર બાદ એરફોર્સના મથકે જઈને પત્રકાર પરિષદ કરશે અને પાકિસ્તાનમાં થયેલા પોતાના અનુભવો વિશે વાત કરી શકે છે.

ભારતીય ઉચ્ચાયોગના અધિકારી અટારી બોર્ડર પહોંચ્યા

ભારતીય ઉચ્ચાયોગના અધિકારી હાલ જ અટારી બોર્ડર પહોંચ્યા છે. ભારતીય ઉચ્ચાયોગના અઘિકારીએ ઈસ્લામાબાદથી જ દરેક કાયદાકીય કાર્યવાહી પર નજર રાખી છે.

અભિનંદનનું મેડિકલ ચેકઅપ જાહેર

વિંગ કમાન્ડર અભિનંદનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જેના બાદ તેમનો મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ તેમને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે.

મમતા બેનર્જીએ કર્યુ ટ્વીટ

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વિંગ કમાન્ડર અભિનંદનનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે વેલકમ હોમ… સ્વીટ હોમ…

અટારી બોર્ડર પર ગજબનો જોશ

અટારી બોર્ડર પર હાલમાં ગજબનો જોશ જોવા મળી રહ્યો છે. જોકે આજે બીટિંગ રિટ્રીટ પરેડ કેન્સલ છે પરંતુ અટારી બોર્ડરથી થોડે દુર લોકો હાજર છે. અટારી બોર્ડર પર બીએસએફ અને એરફોર્સના અધિકારી મોટી સંખ્યામાં હાજર છે.

અભિનંદનને સોંપવાની કાયદાકીય કાર્યવાહી શરૂ

અટારી બોર્ડર પર વિંગ કમાન્ડર અભિનંદનને ભારતીય અધિકારીઓને સોંપવા માટે પાક રેન્જર્સ કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે. અભિનંદનને પાક રેન્જર્સ જ લાહોરથી લઈને અટારી બોર્ડર સુધી પહોંચ્યા છે.

વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની તરફ વાઘા બોર્જર પર પહોંચી ગયા છે. થોડી વારમાં ભારતીય સીમામાં અટારી બોર્ડર પર તેમનું સ્વાગત કરવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની રેન્જર લઈને વાઘા બોર્ડર પહોંચ્યા.

રૂપિયાનાં સિક્કામાં સિંહ અને વિંગ કમાન્ડર અભિનંદનનો ફોટોગ્રાફ

ત્રિપુરામાં રહેતા મિનિએચર આર્ટિસ્ટ અમિત મોદકેએ એક રૂપિયાના સિક્કા પર ઇન્ડિયાનો નક્શો બનાવ્યો અને એમાં સિંહ અને વિંગ કમાન્ડર અભિનંદનનો ફોટોગ્રાફ પણ કોતર્યો. જુઓ ફોટો

એર ફોર્સના વરિષ્ઠ અધિકારી સરહદ પર પહોંચી ગયા

વિંગ કમાન્ડર અભિનંદનને રિસિવ કરવા માટે એર ફોર્સના વરિષ્ઠ અધિકારી સરહદ પર પહોંચી ગયા છે. ટૂંક સમયમાં જ પાકિસ્તાનના અધિકારીઓ ભારતીય અધિકારીઓને અભિનંદન સોંપવા આપશે.

મોદીએ પાઠવ્યાં અભિનંદનને અભિનંદન

કન્યાકુમારીમાં જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક ભારતીયને ગર્વ છે કે બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન પર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના કેટલાક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments