Sunday, October 17, 2021
Homeવાઘોડિયા નજીક ઇકો કારે બાઇકને ટક્કર મારતા દંપતિનું મોત
Array

વાઘોડિયા નજીક ઇકો કારે બાઇકને ટક્કર મારતા દંપતિનું મોત

વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા પાસે ઇકો કારે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં ભગાભાઇ ચંદુભાઇ વસાવા અને પત્ની સવિતાબેનનું મોત નીપજ્યું હતું.

વાઘોડિયા નજીક આવલા પાટીયાપુરા ગામના રહેવાસી ભગાભાઇ ચંદુભાઇ વસાવા(58) અને પત્ની સવિતાબેન(56) ખેતરથી પરત ફરી રહ્યા તે સમયે સામેથી આવી રહેલી ઇકો કારે બાઇકને ટક્કર મારી હતી. અને ઇકો કારનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી. ભગાભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે સવિતાબેનનું વાઘોડિયાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments