વાઘોડીયા : એક કિમી દૂર કોતરોમાં 5 ફૂટ ઊંડી વેરી ખોદી પાણી લાવતી મહિલાઓ

0
60

વાઘોડિયાઃ વાઘોડીયા તાલુકાના પોપડીપુરા ગામે પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. આ ગામ લોકો ખેતી તેમજ પશુપાલન ઉપર પોતાનું જીવન ગુજારે છે. તેવા ગામે પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થયો છે.

ગ્રામજનો દ્વારા અનેકવાર પીવાના પાણીની સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ પ્રજાની વાત સંભાળવા રસ ધરાવતા નથી. લોકોએ પાણીની સમસ્યા હલ કરવા માટે લોકફાળો ભેગો કરીને પણ પંચાયતને સાથે લઈને કામગીરી કરી હતી.પરંતુ નસીબના ભોગે તે પણ સફળતા મળી નથી. જેથી હાલમાં પરિસ્થિતિ ખૂબ કઠીન બની છે. આ ગામમાં પાણીની ટાંકી તેમજ બોરવેલ પણ છે તે પાણી ખુબ ક્ષરાવાળું આવતું હોવાથી પાણી પીવામાં ઉપયોગ લઈ શકાતું નથી. જે પાણી આરોગ્ય માટે નુકસાન પહોંચે તેમ હોય છે. ત્યારે પાણીનો પ્રશ્ન ઊભો થતાં પ્રજાને પાણી મેળવવા ફાંફા મારવાનો વારો આવ્યો છે. આ ગામ ગોરજ ગામ પંચાયતની હદમાં આવેલ છે. આ ગામની નવી નગરી જે નાયકા આદિવાસી તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં 20 થી 25 મકાન આવેલ છે. જે તમામ મજુરાત વર્ગ છે. જેઓના વિસ્તારમાં પીવાના પાણીની ખુબ મોટી સમસ્યા છે.

આ વિસ્તારમાં પાણીનો હેન્ડ પંપ પણ નથી. પાણીની લાઇનો કે બોરવેલ તેમજ ટાંકી પણ નથી. આ વિસ્તારમાં પીવાના પાણી માટે એક કિલોમીટર દૂર આવેલ કોતરમાં વેરી ખોદીને પાંચ ફુટ ઊંડી ખોદીને નાના વાસણોમાં ભરીને માટલામાં ભરવું પડે છે. આ પાણી રેતીવાળું તેમજ ડહોળ આવે છે. પરંતુ મજબૂરીના કરણે પાણીનો ઉપયોગ પીવા માટે કરવો પડે છે. કલાકો સુધી મહિલાઓ પાણી મેળવવા માટે ઊભી રહે છે.

આ પોપડીપુરા ગામમાં પીવાના પાણીનો સામસ્યા ઉભી થતા હાલમાં ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યાં પરિવારોને પણ પાણી મેળવવા નવનેજા આવી જાય છે. ત્યારે આવી લગ્ન પ્રસંગ પરિવારોને પાણી માટે ગામની દરેક મહિલાઓ પોતાના ઘરેથી પાણીના માટલા ભરીને લગ્ન પ્રસંગ કરનાર પરિવારને ત્યાં પાણી દાન કરે છે. લોકો કન્યા દાન કરે છે. પ્રજા રક્તદાન કરે છે. આ ગામમાં લગ્ન પ્રસંગે પરિવારો પાણી દાન કરે છે. આ ગામની પ્રજા કહે છે કે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા આ અમારે ત્યાં દોડ છે. પાણીનું દુખ છે. ત્યારે કોઈ અમારી ખબર લેવા પણ આવતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here