વાતાવરણમાં પલટો / અમદાવાદમાં વરસાદના ઝાપટાં, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

0
16

  • CN24NEWS-15/06/2019
  • ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવામાં વરસાદ
  • પાણી ભરાતા AMCની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
  • સાંજ સુધીમાં સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતા

અમદાવાદ: રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હજૂ સાંજ સુધીમાં સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

અનેક જગ્યાએ પાણી ભરાયા: વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નીકળી વરસાદની મજા માણી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સુનની કામગીરી પોલ ખુલી ગઈ હતી. માત્ર સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ- ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ
ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વિરમગામના કમીજલા, શાહપુર, કુમારખાણ સહિત અનેક જગ્યાએ છાંટા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here