Saturday, September 25, 2021
Homeવાપસી કરવા માટે અમારી પાસે હજી 10 મેચ છે: વિરાટ કોહલી
Array

વાપસી કરવા માટે અમારી પાસે હજી 10 મેચ છે: વિરાટ કોહલી

સ્પોર્ટ્સ ડેક્સ: મજબૂત બેટિંગ લાઈન-અપ હોવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી આવૃત્તિમાં ચાર મેચ રમ્યા પછી પણ જીતનું ખાતું ખોલાવી શક્યું નથી. મંગળવારે તેણે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે હારનો સામનો કર્યો હતો. જોકે કેપ્ટ્ન વિરાટ કોહલીનું માનવું છે કે આવનારા દિવસોમાં ટીમ સારું પ્રદર્શન કરશે અને મેચો જીતવામાં સફળ રહેશે.

વિરાટે કહ્યું કે, અમે 15થી 20 રન ઓછા બનાવ્યા હતા. માર્ક્સ સ્ટોઈનિસ અને મોઇન અલીએ અમને ફાઇટિંગ ટોટલ સુધી પહોંચાડયા હતા. ઝાકળના લીધે જો અમારી પાસે રમવા માટે બીજા 15 રન હોત તો અમે તેમને ચોક્કસ પડકાર આપી શકીએ તેમ હતા. છેલ્લે છેલ્લે ટાર્ગેટ સુધી પહોંચવું સરળ ન હતું કારણ કે પીચ ધીમી થઇ ગઈ હતી. અમે મેચમાં ઘણી ભૂલો કરી હતી.

અમે હજી ચેમ્પિયન બની શકીયે છીએ

કોહલીએ કહ્યું કે, ભલેને અમે ચાર મેચમાં જીત ન મેળવી શક્યા હોઈએ પરંતુ ટીમ પાસે વાપસી કરવા માટે હજી 10 મેચ છે. તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે બેંગ્લોર હજી પણ ચેમ્પિયન બની શકે છે.

અમારું ધ્યાન ટીમ બેલેન્સ ઉપર છે

કોહલીએ કહ્યું કે, અમને આશા છે કે અમે આ સ્થિતિને બદલી શકીયે છીએ. અમે મુંબઈ વિરુદ્ધ તેમજ આ મેચમાં રાજસ્થાન વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટ એટલી લાંબી છે કે તમારે ફરી ટીમ માટે વિચારવું પડે છે. અમે અમારું ટીમ બેલેન્સ સુધારવા પર પ્રયાસ કરી રહ્યા છે. અમે મેદાન ઉપર પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ સાથે ઉતારવા માંગીયે છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments