Sunday, September 19, 2021
Homeવાપીની જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં ધડાકાથી બેનાં મોત
Array

વાપીની જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં ધડાકાથી બેનાં મોત

સુરતઃવાપીની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટમાં બે મજૂરનાં મોત થયા છે. જીઆઈડીસી ખાતે આવેલી આ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં પાંચ જેટલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જય કેમિકલ કંપનીમાં થયેલા ધડાકાના પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બ્લાસ્ટ અને મોતને પગલે કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં રોષ વ્યાપી ગયો છે.

જય કેમિકલ નામની કંપની વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાની હોવાનું માલુમ પડ્યું છે. બ્લાસ્ટને કારણે બે કામદારોનાં મોત થતા અન્ય કામદારોમાં રોષ વ્યાપી ગયો હતો. બ્લાસ્ટના સમાચાર મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે કંપનીની બહાર એકઠા થયેલા મજૂરોને રસ્તા પરથી ખસેડ્યા હતા. કામદારોના વિરોધને પગલે પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે કાર્યવાહી કરીને મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments