Monday, October 18, 2021
Homeવાપી આવેલા રઝા મુરાદ્દે કહ્યું, આતંકવાદીઓની શાન ઠેકાણે લાવવા 25 સર્જીકલ સ્ટ્રાઈક...
Array

વાપી આવેલા રઝા મુરાદ્દે કહ્યું, આતંકવાદીઓની શાન ઠેકાણે લાવવા 25 સર્જીકલ સ્ટ્રાઈક થવી જોઈએ

સુરતઃવાપી ખાતે અગ્રવાલ સમાજના કાર્યક્રમમાં હાજર રહેલા બોલીવૂડના અભિનેતા રઝા મુરાદે પુલવામાં હુમલાને વખોડી કાઢ્યો હતો. રઝા મુરાદે કહ્યું હતું કે, પાકિસ્તાની કલાકારો સાથેનો સંબંધ કાપી નાખ્યા છે અને આગામી સમયમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સબક શીખવવા માટે એક સર્જીકલ સ્ટાઈક નહી પરંતુ 25 જેટલી સર્જીકલ સ્ટ્રાઈક કરવાની તાતિ જરૂરીયાત છે. આતંકવાદને નેસ્તનાબૂદ કરી સફાયો કરવા પર તેમણે ભાર મુક્યો હતો.

રઝા મુરાદે કહ્યું હતું કે, ગુનેગારોને સજા થવી જોઈએ. તેના માટે સરકાર દ્વારા સેનાને આપવામાં આવેલી છૂટ પણ યોગ્ય છે કારણ કે, સામેથી ગોળીઓનો વરસાદ વરસે ત્યારે દિલ્હીના આદેશની રાહ ન જોવાની હોય. જે લોકો જેવી ભાષામાં સમજે તેમને તેવી જ ભાષામાં સમજાવવું પડે છે. દોષિતોને વિણી વિણીને સજા કરવી જોઈએ અને સરહદ પારના આતંકવાદી કેમ્પોનો સફાયો કરવો જોઈએ.

રઝા મુરાદે આતંકવાદી હુમલા પાછળ સવાલો ઉભા કરતાં જણાવ્યું હતું કે, સરહદે આટલી સુરક્ષા હોવા છતાં આતંકવાદીઓ કેવી રીતે આવે છે. આરડીએક્સ ઘરમાં ન બને તેમને કોણ આપે છે તેઓ કેવી રીતે સરહદ પારથી લાવી રહ્યાં છે. સુરક્ષામાં રહેલા છીંડાને બુરવા જોઈએ. અને શાંતિવાર્તા અગાઉ જ કેમ હુમલા થઈ રહ્યાં છે. આ તમામ બાબતોમાં કોનું હિત છે તે બાબત સરકારે વિચારવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments