Tuesday, January 18, 2022
Homeવાયનાડની પસંદગી રાહુલનો માસ્ટરસ્ટ્રોકઃ ઉત્તરભારતની કમી દક્ષિણથી ભરપાઈ કરવાનો વ્યૂહ
Array

વાયનાડની પસંદગી રાહુલનો માસ્ટરસ્ટ્રોકઃ ઉત્તરભારતની કમી દક્ષિણથી ભરપાઈ કરવાનો વ્યૂહ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશનું અમેઠી અને કેરળનું વાયનાડ, કોંગ્રેસના બે મજબૂત ગઢ, બંને સીટ અત્યંત મહત્વની કારણ કે હવે આ બંને સીટો સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ જોડાઇ ગયું છે. વાયનાડની ઓળખ બદલાઇ ગઇ છે, હવે તે સામાન્ય નહીં પરંતુ અમેઠીની માફક જ વીવીઆઇપી સંસદીય ક્ષેત્રની કેટેગરીમાં આવી ગયું છે. આખા દેશની નજર હવે આ સીટ પર ટકેલી છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડથી ઉમેદવારીપત્ર ભરશે. કોંગ્રેસે તેની જોરદાર તૈયારીઓ કરી છે, કાર્યકર્તાઓ પણ જોશમાં છે. ઉમેદવારી ભર્યા બાદ રાહુલ ગાંધીના રોડ શોનો કાર્યક્રમ કર્યો છે.

ગત ચૂંટણીમાં બીજેપીને માત્ર 9 ટકા મત

જો આ ચૂંટણીમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે અમેઠીમાં જોરદાર જંગ થશે તો વાયનાડમાં પણ ઓછી રોચક સ્પર્ધા નહીં હોય. રાહુલની સામે ડાબેરી ઉમેદવાર પીપી સુનીર અને બીજેપીના સહયોગી દળ ભારત ધર્મ જન સેનાના અધ્યક્ષ તુષાર વેલાપલ્લી છે.

મતોની ગણતરી પર નજર નાખીએ તો 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને 41.21 ટકા મત મળ્યા. બીજેપીને માત્ર 9 ટકા અને સીપીઆઇને અંદાજિત 39 ટકા મત મળ્યો. એટલે કે, કોંગ્રેસ ઉમેદવાર માત્ર 20,870 મતોના અંતરથી જીત્યું. બીજાં શબ્દોમાં કહીએ તો રાહુલને ડાબેરી અહીં ઓવરટેક નહીં કરવા દે. કોંગ્રેસનું નેતૃત્વ દક્ષિણ તરફ ફંટાયું હોય તેવો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ ઇન્દિરા ગાંધીએ 1978માં કર્ણાટકની ચિકમંગલૂર સીટથી લોકસભા પેટા ચૂંટણી જીતી હતી.

ભાજપનો અપપ્રચાર જોકે ખોટો છે

સોનિયાએ 1999માં કર્ણાટકથી જ બેલ્લારી સીટ પર વિજય મેળવ્યો હતો. હવે રાહુલ દાદી અને માની માફક દક્ષિણના શરણમાં છે. કોંગ્રેસને લાગે છે કે, રાહુલના આ નિર્ણયથી જનાધાર મજબૂત બનશે, કેરળની 20, તમિલનાડુની 39 અને કર્ણાટકમાં 28 સીટો પર અસર પડશે. જો કે, બીજેપી તેને અમેઠીમાં હારનો ડર ગણાવી રહ્યું છે. બીજેપીએ એવો પ્રચાર કર્યો કે રાહુલે વાયનાડની પસંદગી અહીંનીની લઘુમતિ વસતીના કારણે કરી છે. પરંતુ હકીકત એ છે કે, વાયનાડમાં 49.48 ટકા હિન્દુ વસતી છે. આ ઉપરાંત 28.65 ટકા મુસ્લિમ સમુદાય છે. ખ્રિસ્તી સમુદાયની વાત કરીએ તો જિલ્લામાં તેઓની વસતી 21.34 ટકા છે.

દક્ષિણ થકી ઉત્તરની કમી પૂરી કરવાનો પ્રયાસ

ઉત્તર ભારતમાં કોંગ્રેસનો જનાધાર ઘસાઈ ચૂક્યો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું ખાસ વજૂદ નથી અને બિહારમાં તે સાથીપક્ષો પર નિર્ભર છે. એ સંજોગોમાં ઉત્તરભારતમાં પડનારી ખોટ કોંગ્રેસે દક્ષિણભારતથી અંકે કરવાનો વ્યુહ અપનાવ્યો છે. રાહુલની ઉમેદવારીથી કેરળ ઉપરાંત તામિલનાડુમાં પણ હકારાત્મક અસર ઊભી થઈ શકે. આંધ્ર અને તેલંગણાને બાદ કરતાં દક્ષિણમાં એકંદરે કોંગ્રેસ આશાવાદી જણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular