Monday, September 27, 2021
Homeવાયનાડ અને અમેઠી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...
Array

વાયનાડ અને અમેઠી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

નેશનલ ડેસ્કઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડશે. રાહુલ કેરળની વાયનાડ અને ઉત્તરપ્રદેશની અમેઠી સીટ પરથી મેદાનમાં ઉતરશે. તો આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મિશન દક્ષિણ અંતર્ગત આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. આ ઉપરાંત આજે વિશાખાપટ્ટનમમાં વિપક્ષ એકતાની મોટી રેલી યોજાશે. સીએમ ચંદ્રબાબુ નાયડૂએ ઘણી પાર્ટીઓના નેતાઓને બોલાવ્યા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ હાજર રહેશે.

ત્રણ રેલીઓને સંબોધિત કરશે રાહુલ ગાંધીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. સવારે 11 કલાકે તેઓ આંધ્રપ્રદેશના વિજયવાડામાં રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ રાહુલ બપોરે 2.15 આંધ્રપ્રદેશના જ અનંતપુરમાં રેલી કરશે. આંધ્રપ્રદેશ બાદ રાહુલ કર્ણાટક જશે અને અહીં બેગલુરુ ગ્રામીણમાં એક જનસભાને સંબોધિત કરશે.

વિશાખાપટ્ટનમમાં વિપક્ષની મેગા રેલીઃ વિશાખાપટ્ટનમાં વિપક્ષની એક મોટી રેલી યોજાશે. આ રેલીનું આયોજન આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂએ કર્યું છે. રેલીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ફારુખ અબ્દુલ્લા, તેજસ્વી યાદવ સહિત ઘણી પાર્ટીઓનાં નેતા હાજર રહેશે. આ રેલીમાં ચંદ્રબાબુ નાયડૂ ભાજપ અને જગન રેડ્ડી પર નિશાન સાધશે. આ પહેલા નાયડૂએ દિલ્હીમાં વિપક્ષની મોટી રેલીનું આયોજન કરી ચુક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments