વાયુનાં પગલે કંડલા, પોરબંદર અને માંડવી દરિયાકાંઠાનાં ગામો ખાલી કરાવાયા

0
41

  • CN24NEWS-12/06/2019
  • વાયુ વાવાઝોડું ધીમી ધીમે સૌરાષ્ટ્ કચ્છના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એક્શનમાં આવ્યું છે. કચ્છ, માંડવી, પોરબંદરમાં તંત્ર દ્રારા આગમ ચેતીનાં પગલે દરિયા કિનારાના ગામો આજે ખાલી કરાવવામાં આવ્યા છે. અને હજારો લોકોને સલામત સ્થળો પર પહોંચાડી આશ્રય આપવામા આવ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ત્રાટકનારા વાયુ વાવાઝોડાની કચ્છમાં નલિયા અને કંડલામાં વધુ અસરની આગાહી કરાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી કંડલાના ગામો ખાલી કરાવવામાં આવ્યા છે. કંડલામાં બનના , મીઠા પોર્ટ , ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સવારથી જ કંડલા પોર્ટની બસો અને અન્ય વાહનો વડે લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાઇ રહ્યા છે. તો કાંઠાનાં વિસ્તારનાં ગામો ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે અને નીચાણવાળા વિસ્તારો ખાલી પણ કરાવાયાછે. NDRFની ટીમ કંડલા આવી પહોંચી છે. જે દરેક સ્થળોનું નિરીક્ષણ કરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે.

    વોત કરવામા આવે પોરબંદરની તો વાયુ વાવાઝોડાના ખતરાને લઈ પોરબંદર શહેર અને જીલ્લામાં પણ સાવચેતીના પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યુ.  પોરબંદર જિલા વહીવટી તંત્ર દ્વરા જિલ્લામાં સ્થળાંતરની કામગીરી સારું કરવામાં આવી છે. પોરબંદર તાલુકામાં 35 ગામોમાંથી 3421 જેટલા લોકોનું સ્થાન્તર કરવામાં આવ્યું છે. તેમજ કુતિયાણા તાલુકાનાં 14 ગામોમાંથી 605 જેટલા લોકોનું, તો રાણાવાવ તાલુકાનાં 7 ગામોમાંથી 286 લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે. હાલ જિલ્લાના 65 ગામોમાંથી 4395 લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે. ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ બનવાની તૈયારી સારું કરી દેવામાં આવી છે. હાલ પોરબંદરના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ફૂડ પેકેટ તૈયાર કરવમાં’ આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here