વાયુસેના અને ઈસરો વચ્ચે કરાર, 2022 સુધી 3 ભારતીય અંતરિક્ષમાં જશે

0
33

બેંગલુરુઃ માનવ મિશન માટે વાયુસેનાએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ(ISRO)સાથે કરાર કર્યા છે. વાયુસેનાએ બુધવાર સાંજે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. મિશન ગગનયાન હેઠળ ઈસરો 2021-22 સુધી ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલશે. ઈસરો અને વાયુસેના આ ત્રણેય અંતરિક્ષ યાત્રિકોની પસંદગી કરશે અને તેમને તાલીમ પણ આપશે.

ઈસરોના પ્રમુખ કે સિવનની હાજરીમાં વાયુસેનાના એવીએમ આરજીકે કપૂર અને ગગનયાન મિશનના ડાયરેક્ટર આર હટ્ટને મંગળવારે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. સિવને કહ્યું કે, મિશન ગગનયાન હેઠળ સૌથી પહેલા 2022માં GSLV માર્ક-3માં બે માનવરહિત યાન મોકવામાં આવશે. ત્યારબાદ ત્રણેય ભારતીયોને અંતરિક્ષમાં સાત દિવસ માટે મોકલવામાં આવશે. આ મિશન સફળ રહેશે તો ભારત આવું કરનારો દુનિયાનો ચોથો દેશ બની જશે. આ પહેલા રશિયા અમેરિકા અને ચીન અતંરિક્ષમાં માનવયાન મોકલી ચુક્યા છે.

મોદી સરકારે 28 ડિસેમ્બર 2018ના રોજ દેશના પહેલા માનવ સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ(મિશન ગગનયાન)ને મંજૂરી આપી હતી. કેબિનેટ બેઠકમાં આ માટે 10 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી. મિશનને પુરું કરવા માટે 9023 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here