શિયાળો હાલ પુરો થઈ જવા આવ્યો છે પરંતુ રાત્રે ઠંડી અને સવારે ગરમી જેવી ડબલ ઋતુ ચાલી રહી છે. ઠંડીના કારણે લોકો નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવા લાગે છે. લોકો પોતાના વાળ પણ ગરમ પાણીથી જ ધોતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તમારા વાળ પર ગરમ પાણી કેવી અસર કરે છે? તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગરમ પાણીથી વાળ ધોવાથી વાળ ડેમેજ થઈ જાય છે. તો ચાલો આજે જાણી લો ગરમ અને ઠંડા પાણીથી થતા ફાયદા અને નુકસાન વિશે.
ગરમ પાણી
શરુઆતમાં ગરમ પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પના પોર્સ ખુલી જાય છે. પરંતુ ગરમ પાણીનો વધારે પડતો ઉપયોગ વાળને રુક્ષ બનાવી દે છે. ગરમ પાણીથી નિયમિત વાળ ધોવાથી ખોડો પણ થઈ શકે છે અને વાળ ખરવા લાગે છે. જે લોકો વાળમાં કલર કરવતા હોય તેમનો કલર પણ સમય કરતાં વહેલો નીકળી જાય છે. જો તેઓ ગરમ પાણીથી વાળ ધોવે તો.
ઠંડુ પાણી
ઠંડા પાણીથી વાળ ધોવાથી તે સોફ્ટ રહે છે. જો તમે કંડીશ્નરનો ઉપયોગ કરતાં હોય તો વાળ ઠંડા પાણીથી જ ધોવા જોઈએ. તેનાથી કંડીશ્નરની અસર વધારે સારી રીતે થાય છે.
વાળને લગતી સમસ્યા વધારે સતાવે તો તુરંત નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ. વાળને અનુકૂળ હોય તેવા જ શેમ્પૂ અને કંડીશ્નરનો ઉપયોગ કરવો અને તડકામાં જવાનું થતું હોય તો વાળમાં સીરમ અચૂક લગાડવું.