વાવના ધારાસભ્ય ગેનીબેનને કહ્યું: ઓલો નીતિન પટેલ બેઠો છે પાડા જેવો ગેંડા જેવો

0
58

વાવ: વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ રોડ રસ્તાના કામને લઇ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પાડા અને ગેંડા સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે. વાવ તાલુકાના ઇશ્વરીયા ગામે બે દિવસ અગાઉ સ્થાનિક રહીશો સાથે બેઠક ચાલી રહી હતી.

આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવી નથી- ગેનીબેન

બેઠકમાં કોઇકે વિડીયો ઉતારી લીધો હતો. 11 સેકન્ડના વિડીયોમાં જોવા મળ્યું હતું કે, મીટીંગમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ કહ્યું કે ‘આ રોડની તમે માંગણી આલી, પણ ત્યાં બેઠો નીતિન પટેલ પાડા જેવો ગેંડા જેવો એ શું કરે? એતો આ કોંગ્રેસવાળાને ક્રેડીટ અપાય જ નહીં..!’ ગેનીબહેનનો કહેવાનો મતલબ હતો કે નીતિન પટેલ રોડ રસ્તાના કામો કોંગ્રેસ ક્રેડિટ ન મેળવી જાય તેથી રોડ રસ્તાના કામો રોકી રાખે છે. ગેનીબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે હળવાશના મૂડમાં બેઠા હતા. આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવી નથી.’

ગેનીબેને આપેલાં વિવાદાસ્પદ નિવેદનો

11 જુલાઇએ ગેનીબેનને કહ્યું હતું કે પાણી નહીં મળે તો ખેડૂતો સરકારી મિલકતને નુકસાન કરશે.

10 ઓકટોબરે ગેનીબેને દુષ્કર્મ મામલે કહ્યું હતું કે પાંચસો લોકોએ ભેગા મળી પેટ્રોલ નાખી સળગાવી દેવાય, પોલીસના હવાલે ના કરાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here