Tuesday, September 28, 2021
Homeવાવાઝોડાંમાં બચેલા હવે રોગચાળાથી મરશે, 5 લાખ લોકોને જોખમ યથાવત
Array

વાવાઝોડાંમાં બચેલા હવે રોગચાળાથી મરશે, 5 લાખ લોકોને જોખમ યથાવત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ત્રણ આફ્રિકન દેશ મોઝામ્બિક, ઝીમ્બાબ્વે અને મલાવીમાં ત્રાટકેલું ઇદાઇ વાવાઝોડાંની અસર હજુ પણ જોવા મળી રહી છે. મોઝામ્બિકના રેસ્ક્યૂ વર્કર્સે અહીં કોલેરા, મરડો અને મલેરિયા જેવા રોગ ફાટી નિકળવાની ચિંતા વ્યક્ત કરી છે. મોઝામ્બિકના પ્રેસિડન્ટે કહ્યું હતું કે, આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત થયા છે. મોઝામ્બિકના પોર્ટ સિટી બેરામાં 14 માર્ચે ત્રાટકેલાં વાવાઝોડાંમાં 500,000થી વધુ લોકોને જોખમ છે. ઝિમ્બાબ્વેમાં 360 લોકોનાં મોત થયા હતા. આ ત્રણેય દેશોના 2.6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. ઇદાઇ વાવાઝોડાંમાં મકાનો, શાળા અને મેડિકલ સેન્ટર્સ પણ નષ્ટ થઇ ગયા છે. વળી, અતિશય વરસાદના કારણે પૂર આવ્યું છે જેના કારણે ખેતીને નુસકાન થયું છે. હેલ્થ સર્વિસ અને ક્લિનિક્સ નષ્ટ થયા છે અને વોટર સપ્લાય પણ બંધ થઇ ગયું છે.

માત્ર ત્રણ દિવસનું જ પીવાનું પાણી બચ્યું

  • વાવાઝોડાંથી સૌથી વધુ નુકસાન મોઝામ્બિકના પોર્ટ સિટી બેરામાં થયું છે. અહીં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, બેરામાં આગામી ત્રણ દિવસ સુધીનું જ શુદ્ધ પાણી બચ્યું છે. એક્સ-મિલિટરી વોલેન્ટિયર્સ, ટ્રેઇન્ડ અને અનુભવી રેસ્ક્યૂ ટીમ આજે મોઝામ્બિક પહોંચશે. યુકેની રુબિકોન ટીમના જણાવ્યા અનુસાર, તેઓ હાલ લોકો સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને પાણી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. ઘણી કોમ્યુનિટી હજુ પણ સંપર્ક વિહોણી છે.
  • રેસ્ક્યૂ અને મેડિકલ રેસ્ક્યૂ વર્કર્સના જણાવ્યા અનુસાર, લોકો જે પાણીનો સંગ્રહ કરી રહ્યા છે તેમાં કાટમાળ, કચરો અને મૃતદેહોવાળું છે. પાણીનું સ્તર ઓછું થતાં હવે મૃતદેહો તરતાં સ્પષ્ટ જોઇ શકાય છે.
  • એક વર્કરના જણાવ્યા અનુસાર, પૂરના કારણે શૌચાલયો પણ ધોવાઇ ગયા છે, સેનિટર સિસ્ટમ ખોરવાઇ ગઇ છે. જેના કારણે પાણી વધુ પ્રદૂષિત થઇ રહ્યું છે. લોકો આ પાણી પી રહ્યા છે તેથી હવે અહીં કોલેરા, મરડો અને ટાઇફોઇડ જેવા રોગ ફેલાવાની શક્યતાઓ વધી રહી છે.
  • બેરા સિટીનું 90 ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઇ ગયું છે. વળી, મુખ્ય રસ્તાઓ અને બ્રિજ પડી ભાંગવાના કારણે હજુ પણ ફસાયેલા લોકો સુધી પહોંચી શકાયું નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments