Saturday, September 25, 2021
Homeવાસણા ગામની પ્રાથમિક શાળામા ધોરણ 8 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
Array

વાસણા ગામની પ્રાથમિક શાળામા ધોરણ 8 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

લાખણી તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામા આજ રોજ ધોરણ 8 મા અભ્યાસ કરતા 89 વિધાર્થીઓના વિદાય સમારંભ નું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું.કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામા આવી હતી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા વિદાય લઈ રહેલા બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું.આ પ્રસંગે ધોરણ 8 ના બાળકોએ આ શાળા અંગે ના વિશેષ અનુભવો યાદ કરીને સુંદર વ્યક્ત્વો યાદ કર્યા હતા.
જ્યારે ધોરણ 8 ના બાળકોને શાળા પરિવાર તરફથી ચાંદી ના સિક્કા , પક્ષી ઘર , પાણી ના કુંડ નું પણ વિતરણ કરવામા આવ્યું હતું .આ પ્રસંગે શાળા પરિવારે બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે વિકાસ કરવાનું સૂચવ્યું હતું તેમજ શિક્ષણ મા ઉતરોત્તર પ્રગતિ કરી શાળા , સમાજ અને માતા પિતાનું નામ રોશન કરવાનું આહવાન કર્યું હતું .આ પ્રસંગે નાયબ કલેકટર શ્રી , મામલતદાર શ્રી , સરપંચ , આગેવાનો તેમજ ગ્રામ જનો ખુબ મોટી સંખ્યામા હાજર રહયા હતા તેમજ સમગ્ર કાર્યકમ નું સંચાલન શાળાના શિક્ષક વિજયસિંહ વીહોલે કર્યું હતું

રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments