Thursday, September 23, 2021
Homeવાસ્તુ ટિપ્સ : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં હોવો જોઇએ સ્ટોર રૂમ
Array

વાસ્તુ ટિપ્સ : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં હોવો જોઇએ સ્ટોર રૂમ

સ્ટોરરૂમના વિવિધ પ્રકાર હોય છે. અનાજ જેવી રોજિંદી વસ્તુ રાખી હોય તે રૂમને સ્ટોરરૂમ કહે છે. કોઈ રૂમમાં પસ્તી તેમજ નકામી અને નિરુપયોગી વસ્તુ રાખી હોય તે રૂમને પણ સ્ટોરરૂમ કહે છે. જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરવાની દિશા પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અલગ અલગ હોય છે. અનાજ રાખવાનો સ્ટોરરૂમ વાયવ્યખૂણામાં રાખવો. તેમાં વિવિધ અનાજ, કઠોળ અને ખાવાપીવાને લગતી અન્ય સામગ્રી રાખી શકાય.

નકામી અને વજનદાર વસ્તુઓ, ગાદલા, તૂટેલી નકામી ચીજવસ્તુઓ, ચાપાં, પસ્તી વગેરે રાખવા માટેનો સ્ટોરરૂમ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ.

કામની હોય પરંતુ બહુ ઓછી વપરાતી હોય તેવી જૂની વસ્તુઓનો સ્ટોરરૂમ નૈઋત્ય ખૂણામાં દક્ષિણ અથવા પશ્ચિમ ભાગમાં રાખવો.

ઉતર દિશામાં અનાજનો સંગ્રહ કરી શકાય.

અગ્નિ ખૂણામાં અનાજ તથા ખાવાપીવાની વસ્તુઓનો સ્ટોરરૂમ રાખવો નહીં.

રસોડાને લગતી રોજીંદી વસ્તુઓનો સ્ટોરરૂમ પૂર્વ કે દક્ષિણ દિશામાં રાખી શકાય.

સ્ટોરરૂમને ભણવાના રૂમ તરીકે વાપરવો નહીં. સ્ટોરરૂમમાં ભણવાનું નિષેધ છે.

સ્ટોરરૂમમાં સૂવાથી ખરાબ સ્વપ્ના આવે છે. તેથી સ્ટોરરૂમ અને બેડરૂમ એક રાખવો નહી.

સ્ટોરરૂમમાં મંદિર રાખવું નહીં. સ્ટોરરૂમમાં હંમેશા એક બ્લૂ રંગનો લેમ્પ ચાલુ રાખવો. સ્ટોરરૂમના અગ્નિ ખૂણામાં તેલના ડબ્બા અને ઘીનો સંગ્રહ કરવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments