Sunday, September 19, 2021
Homeવિંગ કમાંડર અભિનંદન રજાઓમાં ઘરે જવાને બદલે તેમના સ્ક્વૉડ્રન ખાતે શ્રીનગર પહોંચ્યા
Array

વિંગ કમાંડર અભિનંદન રજાઓમાં ઘરે જવાને બદલે તેમના સ્ક્વૉડ્રન ખાતે શ્રીનગર પહોંચ્યા

નવી દિલ્હીઃ વાયુસેનાનો વીરયોદ્ધા પાયલટ અને પાકિસ્તાનના F-16 ફાઈટર જેટને તોડી પાડનારો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને રજાઓ મળતા તેઓ ઘરે જવાની જગ્યાએ શ્રીનગરમાં આવેલા એરબેઝ ખાતે પહોંચ્યા હતા. સૂત્રો પ્રમાણે, અભિનંદન રજાઓમાં ચેન્નાઈ સ્થિત તેમના પરિવાર પાસે ગયા ન હતા. તેઓ રજાઓમાં શ્રીનગરમાં આવેલા તેમના સ્ક્વૉડ્રન પાસે પહોંચ્યા હતા.

પાકિસ્તાનથી પરત આવેલા અભિનંદનને રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં પુછપરછ તથા સારવાર કર્યા બાદ ડોક્ટરર્સએ તેમને 4 સપ્તાહની સીક લીવ પર જવાની સલાહ આપી હતી. ત્યારબાદ મેડિકલ બોર્ડ તેમના ફિટનેસ અંગેની તપાસ કરશે. આ તપાસ બાદ જ નિર્ણય લેવાશે કે અભિનંદન ફરીથી જેટ ઉડાવી શકશે કે નહી.

f-16 તોડી પાડ્યું હતુ, દુશ્મનની સામે નિડર રહ્યો જવાન

27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ત્રણ વિમાનોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. જવાબી કાર્યવાહીમાં અભિનંદને મિગ-21થી પાકિસ્તાની F-16 વિમાન તોડી પાડ્યું હતું. પરંતુ આ દરમિયાન અભિનંદનનું વિમાન પણ પાકિસ્તાનની સીમામાં ક્રેશ થઈ ગયું હતું. ત્યારબાદ પાકિસ્તાની સેનાના જવાનોએ તેમણે બંદી બનાવી લીધા હતા.

અભિનંદનની પાકિસ્તાની સેના દ્વારા પુછપરછ કરતો વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ અભિનંદનને નિડરતાથી જાણકારી આપવા માટેનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ભારતે કોઈ પણ પ્રકારની શરતો વિના અભિનંદનને પરત આપવાની માગ કરી હતી. ચોતરફી દબાણ બાદ પાકિસ્તાની પીએમ ઈમરાને પાકિસ્તાનની સંસદમાં અભિનંદનને ભારતને સોંપવાની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments