Sunday, October 24, 2021
Homeવિંગ કમાન્ડર અભિનંદનની સ્વદેશ આવવાની રાહ જોવાઈ રહી છે, જાણો શું છે...
Array

વિંગ કમાન્ડર અભિનંદનની સ્વદેશ આવવાની રાહ જોવાઈ રહી છે, જાણો શું છે સમગ્ર પ્રક્રિયા

નેશનલ ડેસ્ક: વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે સ્વદેશ પરત ફરવાના છે. વાઘા બોર્ડરના રસ્તે તેઓ પાકિસ્તાન થી ભારતમાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિંગ કમાન્ડર અભિનંદનને રાવલપિંડીથી વિમાન દ્વારા લાહોર લાવવામાં આવશે. ત્યારપછી વાઘા બોર્ડર પર ભારતીય ઉચ્ચ આયોગના એર અટેચીને સોંપવામાં આવશે, જે વિંગ કમાન્ડરને લઈને બોર્ડર ક્રોસ કરશે. આ સંજોગોમાં તમને ચોક્કસથી જાણવું ગમશે કે પાકિસ્તાનમાં બંધક બનાવવામાં આવેલા ભારતીય નાગરિકને છોડવાની પ્રક્રિયા શું હોય છે?

તો આવો જાણીએ ભારતીયને ભારત લાવવાની પ્રક્રિયા…
  • સૌથી પહેલાં અભિનંદનને પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ (ICRC)ને સોંપવામાં આવશે અને ત્યારપછી તેમને ભારત લાવવામાં આવશે.
  • એસઓપીના નિયમ પ્રમાણે, ભારતીય પાયલટને પાકિસ્તાની સેના તરફથી વાઘા બોર્ડર લાવવામાં આવશે. ત્યારપછી તેમને વાઘા બોર્ડર પર નાગરિક અધિકારીઓ અને ભારતીય ઉચ્ચઆયોગના પ્રતિનિધિને સોંપવામાં આવશે. ત્યારપછી તેઓ કમાન્ડરને ભારતીય સીમા સુરક્ષા (BSF)ને સોંપશે.
  • ICRC 1949 જીનીવા સંધિ અને તેના વધારાના પ્રોટોકોલ, આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને રેડ ક્રિસેંટ મૂવમેન્ટ વગેરે કાયદાને આધીન કામ કરે છે. આ નિયમો પ્રમાણે યુદ્ધ બંધકોને કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર તેમના વતન પરત મોકલવામાં આવે છે.
  • આ પહેલાં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય પાયલટ નચિકેતાનું ફાઈટર પ્લેન બંધ થઈ ગયું હતું અને પાકિસ્તાનના વિસ્તારમાં જઈને પડ્યું હતું. પાકિસ્તાની આર્મીએ તેમને બંધક બનાવી દીધા હતા. ત્યારપછી ભારત સરકારના પ્રયત્નોથી નચિકેતાને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હતા. 8 દિવસ પછી નચિકેતાને ભારત પરત લાવવામાં આવ્યા હતા. તેમને પણ અટારી બોર્ડરના રસ્તેથી જ ભારત પરત લાવવામાં આવ્યા હતા.
સાંજ પહેલાં અભિનંદન ભારત પરત આવશે
વિંગ કમાન્ડર અભિનંદન આજે દેશ પરત ફરવાના છે. જોકે તેમના સ્વદેશ પરત આવવાના સમયમાં ફેરફાર થયો છે. પહેલાં તેઓ સવારે 10 વાગે અટારી બોર્ડર આવવાના હતા. પરંતુ હવે તેઓ બપોર પછી 3-4 વાગતા અટારી બોર્ડર પહોંચશે અને પછી ભારતમાં પ્રવેશ કરશે. પાકિસ્તાન સેના વિંગ કમાન્ડર અભિનંદનને વાઘા બોર્ડર સુધી લઈ આવશે અને ત્યાં પાકિસ્તાન સેના ભારતીય ઉચ્ચાયુક્તને અભિનંદનને સોંપશે.
ભારતના કડક વલણ સામે પાકિસ્તાને 30 કલાકમાં કરી પાયલટની મુક્તિની જાહેરાત
ભારતે એવું કડક વલણ અપનાવ્યું કે, પીએમ ઈમરાન ખાનને 30 કલાકની અંદર જ ભારતીય પાયલટ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી. આજે વિંગ કમાન્ડર અભિનંદન વતન પરત ફરી રહ્યા છે. નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જ કહી દીધું હતું કે, ભારતના પાયલટ અભિનંદનને કોઈ પણ ઈજા વગર તુરંત છોડવો પડશે. સોદાબાજીનો તો સવાલ જ ઉભો થતો નથી. ભારતે કાઉન્સલર એક્સેસની માંગણી નહતી કરી પરંતુ તુરંત છોડવાની જ વાત કરી હતી.પાકિસ્તાનને ચેતવણી આપતા ભારતે કહ્યું હતું કે, જો પાયલટને કઈ પણ થયું તો તેઓ એક્શન માટે તૈયાર રહે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments