Saturday, August 13, 2022
Homeવિંગ કમાન્ડર અભિનંદનને ટીમ ઈન્ડિયાએ ખાસ રીતે આપી સલામી, જાહેર કરી તેમના...
Array

વિંગ કમાન્ડર અભિનંદનને ટીમ ઈન્ડિયાએ ખાસ રીતે આપી સલામી, જાહેર કરી તેમના નામની ટી-શર્ટ

- Advertisement -

નવી દિલ્હી: પાકિસ્તાનને તેમના ઘરમાં ઘૂસીને માત આપનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન શાનદાર રીતે વતન પરત ફર્યા છે. શુક્રવારે રાતે 9.20 વાગ્યે અભિનંદન વતન પરત ફર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે આપમાં હીરોને એક ખાસ રીતે સલામી આપી છે. ટીમ ઈન્ડિયાએ એક ટી-શર્ટ જાહેર કરી છે અને તેના પર વિંગ કમાન્ડર અભિનંદનનું નામ લખ્યું છે અને ટી-શર્ટનો નંબર-1 છે.

નોંધનીય છે કે, શુક્રવારે જ ભારતીય ક્રિકેટ ટીમની નવી ટી-શર્ટ લોન્ચ થઈ છે. આ ટી-શર્ટ પહેરીને જ ભારતીય ટીમ વર્લ્ડ કપ રમશે. આ દરમિયાન ભારતીય ટીમે અભિનંદનના નામની ટી-શર્ટ પણ લોન્ચ કરી છે. ટી-શર્ટનો નંબર 1 આપવામાં આવ્યો છે. આમ તેમને દરેક ખેલાડીઓમાં સૌથી ઉપરના ક્રમની પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલે કે હવે ભારતીય ટીમમાં કોઈ પણ ખેલાડીને 1 નબંરની ટી-શર્ટ આપવામાં નહીં આવે. કારણકે તે હવે અભિનંદનના નામની છે.

https://twitter.com/BCCI/status/1101511525267697664

બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ અભિનંદનના વતન વાપસી વિશે ખુશી વ્યક્ત કરી છે. વિરાટ કોહલીએ શુક્રવારે રાતે એક તસવીર જાહેર કરીને કહ્યું છે કે, તમે અસલી હીરો છો. અમે તમને માથું ઝૂકાવીને સલામ કરીએ છીએ. જય હિન્દ.

આ પહેલાં જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજામાં હતા અને સહેજ પણ ખચકાટ વગર પાકિસ્તાની સેનાના જવાનોને જવાબ આપી રહ્યાં હતા ત્યારે પણ વિરાટ કોહલીએ તેમના સાહસને સલામ કર્યું હતું. વિરાટ સિવાય ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓએ પણ અભિનંદનને સલામ કર્યા હતા. વાઈસ કેપ્ટન રોહિત શર્મા, અંજિક્ય રહાણે, પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ સોશિયલ મીડિયા પર અભિનંદનને સલામી આપી હતી.

નોંધનીય છે કે, પુલવામા આતંકી હુમલા પછી થયેલી ભારત-ઓસ્ટ્રેલિયાની ટી-20 સીરિઝ દરમિયાન ભારતીય ટીમે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય ટીમે તેમની સ્લીવ પર કાળી પટ્ટી લગાવીને મેચ રમી હતી અને બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular