Sunday, October 24, 2021
Homeવિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને 53 કલાકમાં ભારતને સોંપ્યા, થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ...
Array

વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને 53 કલાકમાં ભારતને સોંપ્યા, થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે

નવી દિલ્હી: પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને 53 કલાકની અંદર ભારતને સોંપવામાં આવ્યાં છે. તેઓ શુક્રવારે સાંજે 6 વાગ્યાની આસપાસ વાઘા બોર્ડના રસ્તે સ્વદેશ આવ્યાં. અભિનંદનના માતા-પિતા પણ તેમને લેવા વાઘા બોર્ડર પહોંચ્યા હતા. વિંગ કમાંડરનું સ્વાગત લોકોએ ઢોલ-નગારા વગાડીને કર્યું હતું. લોકો પોસ્ટર અને ફુલ-હાર પણ લાવ્યાં હતા. અહીં રોજ થનારી બીટિંગ રિટ્રીટ સેરેમની રદ કરવામાં આવી હતી. અભિનંદન ભારત પર આવ્યાં બાદ થોડી વારમાં એર વાઈસ માર્શલ રવિ કપૂર પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

બીએસએફનું કહેવું છે કે વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ અને સીમા પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અટારી-વાઘા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. બોર્ડર પર આજે સાંજે થનારી બીટિંગ રિટ્રીટ રદ કરી દેવામાં આવી છે. ઈસ્લામાબાદના ભારતીય ગ્રૂપ કેપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો છે.અભિનંદનના માતા-પિતા પણ તેમને લેવા વાઘા બોર્ડર પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ પછી લોકોએ તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments