વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્ર એનાયત થશે?

0
24

દિલ્હી, તા. 8 ઓગસ્ટ 2019 ગુરુવાર

બાલાકોટ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની ફાઇટર વિમાન એફ 15ને તોડી પાડનારા ભારતીય હવાઇ દળના વીંગ કમાન્ડર અભિનંદનને આ સ્વાતંત્ર્ય દિને વીર ચક્ર એનાયત થવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.

પાકિસ્તાની વિમાન તોડી પાડ્યા બાદ અભિનંદન ભૂલથી પાકિસ્તાનની ધરતી પર ઊતર્યા હતા જ્યાં તેમને કેદ કરીને તેમના પર શારીરિક અત્યાચાર કરવામાં આવ્યા હતા. જો કે ભારતે લાલ આંખ દેખાડતાં પાકિસ્તાને માત્ર ચોવીસ કલાકમાં અભિનંદનને પાછા આપ્યા હતા.

અભિનંદન ઉપરાંત પાક કબજા હેઠળના કશ્મીરમાં આતંકવાદી તાલીમ શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન બોમ્બમારો કરનારા મિરાજ 2000 વિમાનના પાઇલટોને પણ હવાઇ દળના મેડલ આપવામાં આવે એવી શક્યતા હોવાનું કહેવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ બહાદૂર સૈનિકોની કદર રૂપે આ મેડલ્સ એનાયત કરશે એવું જાણકાર વર્તુળોએ કહ્યું હતું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here