Thursday, April 18, 2024
Homeવિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા-અટારી બોર્ડરથી ભારત પરત આવશે, દેશ સ્વાગત માટે...
Array

વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા-અટારી બોર્ડરથી ભારત પરત આવશે, દેશ સ્વાગત માટે તૈયાર

- Advertisement -

નવી દિલ્હી: આજે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને આજે પાકિસ્તાનથી ભારત પરત આવશે. ભારતના કડક વલણ સામે પાકિસ્તાને અંતે ઝૂકવું જ પડ્યું અને પાકિસ્તાનના વડપ્રધાન ઈમરાન ખાને જ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી હતી. ઈસ્લામાબાદના ભારતીય ગ્રૂપ કેપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે.

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સહિત વાયુસેનાના સીનિયર અધિકારીઓ અને મોદી સરકારના ઘણાં મંત્રીઓ વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરશે. આ પહેલાં અમરિંદર સિંહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું પંજાબમાં સીમાવર્તી વિસ્તારોની મુલાકાત કરી રહ્યો છું અને હાલ અમૃતસરમાં છું. ખબર પડી કે પાકિસ્તાન સરકારે વાઘાથી અભિનંદનને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ મારા માટે સન્માનની વાત છે કે હું એનું સ્વાગત કરું અને રિસીવ કરવા જઉં. કારણકે તે અને તેમના પિતા એનડીએના પૂર્વ વિદ્યાર્થીઓ છે.

ભારતના કડક વલણ સામે પાકિસ્તાને 30 કલાકમાં કરી મુક્તિની જાહેરાત
ભારતે એવુ કડક વલણ અપનાવ્યું કે, પીએમ ઈમરાન ખાનને 30 કલાકની અંદર જ ભારતીય પાયલટ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી. આજે વિંગ કમાન્ડર અભિનંદન વતન પરત ફરી રહ્યા છે. નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જ કહી દીધું હતું કે, ભારતના પાયલટ અભિનંદનને કોઈ પણ ઈજા વગર તુરંત છોડવો પડશે. સોદાબાજીનો તો સવાલ જ ઉભો થતો નથી. ભારતે કાઉન્સલર એક્સેસની માંગણી નહતી કરી પરંતુ તુરંત છોડવાની જ વાત કરી હતી.પાકિસ્તાનને ચેતવણી આપતા ભારતે કહ્યું હતું કે, જો પાયલટને કઈ પણ થયું તો તેઓ એક્શન માટે તૈયાર રહે.
પાકિસ્તાને સોદેબાજીનો પ્રયત્ન કર્યો હતો

વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની જાહેરાતકરતાં પહેલાં પાકિસ્તાને ઘણો સોદાબાજીનો પ્રયત્ન કર્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મુહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે, પાકિસ્તાનના કબજામાં ભારતીય પાયલટ સુરક્ષીત અને સ્વસ્થ છે. ભારતે પાયલટનો મુદ્દો ઉઠાવ્યો હતો. થોડા દિવસમાં અમે નિર્ણય કરીશું કે, કઈ સંધિ લાગુ કરવામાં આવે અને ભારતીય પાયલટને યુદ્ધબંધી જાહેર કરવો કે નહીં.

ત્યારપછી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પાકિસ્તાનની એક ટીવી ચેનલને કહ્યું હતું કે, જો પાયલટને છોડવાછી ડિ-એસ્કેલેશન થતું હોય એટલે કે તણાવમાં ઘટાડો થતો હોય તો તેઓ પાયલટને પરત મોકલવા તૈયાર છે. તે સમયે જ કુરૈશીએ કહ્યું હતું કે, પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન ભારતના પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરવા તૈયાર છે.

શું છે સમગ્ર ઘટના?
નોંધનીય છે કે, 14 ફેબ્રુઆરીએ પુલામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જનાવ શહીદ થયા હતા. તેના તેરમા દિવસે જવાબી કાર્યવાહી કરીને ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને જૈશના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારપછી પાકિસ્તાને પણ એ સ્ટ્રાઈકનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમને ખદેડી મૂક્યાં હતા. આ દરમિયાન ભારતનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરમાં સુરક્ષીત ઉતરી ગયા હતા. ત્યારપછી પાકિસ્તાન આર્મીએ તેમને બંધક બનાવી દીધા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular