Sunday, October 24, 2021
Homeવિજિલન્સ દરોડામાં કસ્ટમ ઓફિસમાંથી દારૂની 5 બોટલ, રૂ.10 હજાર રોકડ મળી
Array

વિજિલન્સ દરોડામાં કસ્ટમ ઓફિસમાંથી દારૂની 5 બોટલ, રૂ.10 હજાર રોકડ મળી

સુરત : સગરામપુરા ખાતે આવેલી કસ્ટમ ઓફિસમાં વિજિલન્સ દરોડાના પહેલા જ દિવસે મોડી સાંજે એક કબાટમાંથી દારૂની પાંચ બોટલો મળી આવતા તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.દારૂની બોટલો મળતાં ઉચ્ચ સ્તરે તપાસના આદેશ આપી દેવાયા છે.

અધિકારીઓએ લુલો બચાવ કરતાં કહ્યુંકે ‘ આ તો જપ્ત કરેલી બોટલો હોય શકે છે.’

કસ્ટમ વિભાગના અધિકારીઓએ  લુલો બચાવ કરતાં કહ્યુંકે ‘ આ તો જપ્ત કરેલી બોટલો હોય શકે છે.’ વિજિલન્સની ટીમે પણ અહીં કસ્ટમ અધિકારીઓને બચાવી લીધા હતા અને દારૂની બોટલો અંગે પ્રોહિબિશનનો કેસ દાખલ કરાવ્યો નહતો. દરમિયાન કસ્ટમના જોઇન્ટ કમિશનર મિહિર રાયકા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની કેબિનમાં પણ કેટલીક ફાઇલો અંગે પૃચ્છા કરી હતી.

ચકાસણી : કર્મચારીઓનો કબાટ-ફાઇલો ખૂલી

તપાસમાં 1 મહિલા કર્મીના ટેબલમાંથી દસ હજાર રોકડ મળી હતી. જેથી તેની પૃચ્છા કરી હતી. આ ઉપરાંત વિજિલન્સની ટીમ દ્વારા અન્ય કર્મચારીઓના કબાટ અને ફાઇલોની પણ ચકાસણી કરી હતી.

દારૂ આવ્યો ક્યાંથી

ચર્ચા એ હતી કે કસ્ટમ ઓફિસમાં દારૂ આવ્યો કયાંથી, કયા અધિકારીઓ ચાલુ ઓફિસમાં મહેફિલ માળે છે. એક સૂત્રએ કહ્યુ કે પોર્ટ પરથી દારૂની બોટલો સપ્લાય કરવામાં આવતી હોય છે.

કસ્ટમ એજન્ટો ફરકયા નહી

બે દિવસ ચાલેલી વિજિલન્સની તપાસ દરમિયાન અધિકારીઓમાં ચોંકી ગયા, કસ્ટમ એજન્ટ પણ ફરકયા નહતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments