Sunday, November 28, 2021
Homeવિડીયોકોન કેસ : ICICI બેન્કના પૂર્વ CMD ચંદા કોચર અને તેમના પતિ...
Array

વિડીયોકોન કેસ : ICICI બેન્કના પૂર્વ CMD ચંદા કોચર અને તેમના પતિ ED ઓફિસ હાજર થયા, પૂછપરછ શરૂ

મુંબઈઃ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ એમડી અને સીઈઓ ચદા કોચર અને તેમના પતિ દિપક કોચર મુંબઈ સ્થિત એન્ફોર્સમેન્ટ ડાયકેક્ટોરેટની ઓફિસે પુછપરછ માટે પહોંચ્યા છે. અહીં તેમની પૂછપરછ ઈડી દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચંદા કોચર પર કથિત ભષ્ટ્રાચાર આચરીને વિડીયોકોનને લોન અપાવવાનો આરોપ છે.

ચંદાની વિરુદ્ધ સીબીઆઈ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરી ચૂકી છે

જાન્યુઆરીમાં સીબીઆઈએ પણ આ મામલામાં ચંદા કોચર, દીપક કોચર અને વેનુગોપાલ ધૂતની વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ વિડિયોકોન કંપનીનૂ મુંબઈ-ઓરંગાબાદ સ્થિત ઓફિસ અને દીપક કોચરના ઘર પર રેડ કરી હતી. થોડા દિવસો પહેલા સીબીઆઈએ ચંદા કોચરની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઈસ્યુ કરી હતી. જેથી તેઓ જાણ કર્યા વગર વિદેશ ન જઈ શકે.
વિડિયોકોન ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા 2012માં આપવામાં આવેલી લોન અને તેના ન્યુપાવર રિન્યુએબલ્સ ની સાથે લેણદેણ સાથે જોડાયેલા મામલામાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કાર્યવાહી કરી રહ્યાં છે. ન્યુપાવર ચંદાના પતિ દીપક કોચરની કંપની છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments