વિદેશી મહેમાનોને સ્ટેચ્યૂ લઇ જવાશે

0
31

ગાંધીનગર | વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા વિદેશી મહેમાનોને કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લઇ જવાની તૈયારી પણ સરકારે કરી છે. વિદેશી મહેમાનો તેમની અનુકુળતા મુજબનો સમય નક્કી કરશે તે પ્રમાણે તેમને સ્ટેચ્યુની મુલાકાતે લઇ જવામાં આવશે. રાષ્ટ્ર પ્રમુખોને લઈ જવા માટે હેલિકોપ્ટરની સુવિધા પૂરી પડાશે.

વાઈબ્રન્ટમાં ભાગ લેવા આવી રહેલા વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેવા સરકાર તરફથી આમંત્રણ અપાયું છે. પ્રવાસન નિગમના એમડી જેનુ દેવને કહ્યું કે અમે વિદેશી મહેમાનોને આમંત્રણ આપ્યું છે. તેઓ તેમનો શિડ્યુઅલ અમને મોકલશે. તે પ્રમાણે તેમના માટે સરકાર તરફથી વ્યવસ્થા કરાશે. બીજીતરફ સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રપ્રમુખો સહિતના મહાનુભાવો સ્ટેચ્યુની મુલાકાતે જવા ઇચ્છતા હશે તો તેમના માટે ખાસ હેલિકોપ્ટરની સુવિધા ગાંધીનગર અથવા અમદાવાદ ખાતેથી કરાશે. ઉપરાંત અન્ય મહાનુભાવોને તેમના પ્રોટોકોલ મુજબ લક્ઝુરીયસ કારની પણ વ્યવસ્થા કરાશે.

અમદાવાદ | વાઇબ્રન્ટ સમિટ દરમ્યાન નેધરલેન્ડ્સની કંપની પાલ-V વિશ્વની પ્રથમ ઊડતી કાર રજૂ કરશે. આ કાર રસ્તા પર ડ્રાઇવ કરતી વખતે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે તથા આકાશમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. નેધરલેન્ડ્સના નાણા મંત્રી મેનો સ્નેલના વડપણ હેઠળના ડેલિગેશનમાં પાલ-Vના પ્રતિનિધિઓ સામેલ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here