- Advertisement -
મુંબઈઃ વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરી દરમિયાન ભારતીય શેરબજારમાં 17,220 કરોડ રૂપિયા લગાવ્યા છે. તે છેલ્લા 15 મહિનામાં સૌથી વધુ છે. તેનાથી વધુ નવેમ્બર 2017માં 19,728 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોએ 5264 કરોડ રૂપિયા નીકાળ્યા હતા
ડિપોઝીટરીઝના તાજા આંકડાઓ પ્રમાણે, વિદેશી રોકાણકારાએ ફેબ્રુઆરીમાં 1,17,900 કરોડ રૂપિયા ઈક્વિટીમાં લગાવ્યા અને 1,00,680 કરોડ રૂપિયા નીકાળ્યા છે. આ રીતે સ્ટોક માર્કેટમાં શુદ્ધ રોકાણ 17,220 કરોડ રૂપિયા રહ્યું. જાન્યુઆરીમાં તેમણે ભારતીય શેરબજારમાંથી 5,264 કરોડ રૂપિયા નીકાળ્યા હતા.
ફન્ડસ ઈન્ડિયાના મ્યુચ્યુઅલ ફન્ડ્સ રિસર્ચ હેડ વિદ્યા બાલાએ જણાવ્યું કે બજેટ બાદ સરકારી ખર્ચને લઈને ચીજો સ્પષ્ટ થઈ છે. આ સિવાય સિલેકટેડ શેરોના ભાવ નીચેના સ્તરે રહ્યાં હતા. આ કારણે વિદેશી રોકાણકારોએ ખરીદી કરી છે.
બજાજ કેપિટલના ઈન્વેસ્ટમેન્ટ એનાલિટિક્સ હેડ આલોક અગ્રવાલે કહ્યું કે રોકાણકારોએ બજેટને સકારાત્મક રીતે લીધી છું. રિઝર્વ બેન્કે પણ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. વિદેશી રોકાણકારોએ આ સમગ્ર ડેવલોપમેન્ટને સકારાત્મક ઘટનાક્રમ તરીકે જોયું અને તેમણે ભારતીય બજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. જોવાનું એ છે કે આ ટ્રેન્ડ આગળ ચાલું રહે છે કે નહિ.
ટોપ-10માંથી 5 કંપનીઓની માર્કેટ કેપ 35503 કરોડ રૂપિયા રહી
ગત શુક્રવારે ખત્મ થયેલા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સની ટોપ-10માં પાંચ કંપનીઓની માર્કેટ કેપ 35,503 કરોડ રૂપિયા વધી છે. તેમાં સૌથી વધુ વધારો ટીસીએસની કેપમાં થયો છે. તે 24,672 કરોડ રૂપિયા વધીને 7.47 લાખ રૂપિયા સુધી પહોંચી છે.
સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાંથી પાંચ કંપનીઓની માર્કેટ કેપ 20,253 કરોડ રૂપિયા ઘટી. સૌથી વધુ ઘટાડો એચયુએલમાં જોવા મળ્યો. તે 7,111 કરોડ રૂપિયા ઘટીને 3.75 લાખ કરોડ રૂપિયા થઈ.