Wednesday, September 28, 2022
Homeવિદેશ મંત્રાલયે સ્વીકાર્યું- પાકની જવાબી કાર્યવાહીમાં આપણું એક પ્લેન ધ્વસ્ત, એક પાયલટ...
Array

વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું- પાકની જવાબી કાર્યવાહીમાં આપણું એક પ્લેન ધ્વસ્ત, એક પાયલટ પણ ગુમ

- Advertisement -

નવી દિલ્હી: ભારતે ગઈ કાલે પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાન માં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારત ની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાન ના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહી માં પાકિસ્તાન નું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈ લેવલની બેઠક પણ કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતે પણ પાકિસ્તાનના એક્શનનો કડક જવાબ આપ્યો છે અને તેમનું લડાકુ વિમાન તોડી પાડ્યું છે. જોકે આ કાર્યવાહીમાં ભારતનું પણ એક લડાકી પ્લેન MI-21 ક્રેશ થયું છે અને આપણો એક પાયલટ પણ ગુમ છે. પાકિસ્તાન નો દાવો છે કે, ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે. ભારત પાકિસ્તાનના આ દાવાની ચોક્કસ તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં રવીશ કુમારની સાથે એર વાઈસ માર્શલ આર.જી.કે કપૂર પણ તેમની સાથે હાજર હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular