Saturday, October 23, 2021
Homeવિદ્યાર્થીઓને મળશે અપાર સફળતા, અપનાવો આ સરળ શાસ્ત્રોક્ત ઉપાય
Array

વિદ્યાર્થીઓને મળશે અપાર સફળતા, અપનાવો આ સરળ શાસ્ત્રોક્ત ઉપાય

વિદ્યાર્થીઓને કેટલાક વિષય ભણવાની ઇચ્છા ન થાય. ભણતી વખતે ઊંઘ આવે, મિથ્યા વિચારો આવે, બિમારી સતાવે. ઘરમાં કજીયા-કંકાસ થાય, ખોટી મિત્રતા કે મોહજાળમાં ફસાઈ જવાય વગેરે તમામ મુશ્કેલી વિદ્યાર્થીજીવન દરમિયાન નડતી હોય છે. આ પ્રત્યેક મુશ્કેલીના નિવારણ માટે આજે શાસ્ત્રોક્ત ઉપાયોની જાણકારી આપી રહ્યો છું.

પ્રશ્ન – એવા ક્યા મંત્ર છે કે જેના રટણથી સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્ત થાય
• ઐં નમઃ અને ઔમ ઐં સરસ્વત્યૈ નમઃ

પ્રશ્ન – આ મંત્રોચ્ચાર કરવાની પદ્ધતિ કઈ છે
• એક આસને બેસવું.
• સવારે પ્રાણાયામ પણ કરવા.
• પ્રાણાયામ સ્થૂળ રીતે શરીર ઉપર અસર કરે છે અને સૂક્ષ્મ રીતે મન ઉપર અસર કરે છે. શ્વાસ ઊંડા અને ધીમા લેવા, શ્વાસ કાઢતી વખતે ડબલ સમય લાગવો જોઈએ અને શ્વાસ લેતી વખતે નાભિની નીચેનો ભાગ બહાર ન આવે એ તકેદારી રાખવી.

પ્રશ્ન – જુદી જુદી રાશિના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા ઉપાય નીચે પ્રમાણે છે.

મેષ રાશિના જાતકો માટે –

• નિત્ય પદ્માસનમાં બેસી ઓમ લં લંબોદરાય નમઃ
• આ મંત્રની એક માળા કરવી
• રવિવારે સૂર્યનમસ્કાર કરવા તાંબાના લોટામાં પાણી પીવું
• ગુરૂવારે એક લાલ વસ્ત્ર અને એક પીળું વસ્ત્ર એમ બે વસ્ત્રનું દાન કરવું
• જો મોબાઈલ વાપરતા હોવ તો સનરાઈઝનું વોલપેપર રાખવું
• અગ્નિતત્ત્વની રાશિ છે માટે ગુસ્સે ન થવું
• ચર રાશિ છે માટે કંઈ ન આવડતું હોય તો વળગી રહેવું
• આમળાનું સેવન કરવું
• રાશિગત ફાયદો થશે અને શિયાળામાં ફાયદો થશે
• શરદીજન્ય બિમારીથી સાચવવું
• પરીક્ષા દરમિયાન લાલ વસ્ત્ર ન પહેરવા

વૃષભ રાશિના જાતકોએ માટે-


• તુલસી કુંડાની માટીનું તિલક મસ્તક ઉપર કરવું
• શક્ય હોય તો એક વખત નદીના પાણીથી સ્નાન કરવું
• ગાય માતાને લીલોઘાસ ચારો નિરવો
• વડીલોને ચરણસ્પર્શ કરી તેમના આશિર્વાદ લેવા
• ઓમ ઐં બુધાય નમઃ
• પરીક્ષા પહેલા શક્ય હોય તો ધર્મપ્રવાસ કરવો
• ખિસ્સામાં ચાંદીનો સિક્કો રાખવો
• અંગુઠો અને તર્જનીની મુદ્રા બનાવી સરસ્વતીદેવીનું ધ્યાન ધરવું
• સરસ્વતીકવચનો પાઠ કરવો

મિથુન રાશિના જાતકો માટે-


• રોજ સવારે દસ મિનિટ ધ્યાન કરવું
• બે તુલસીપત્ર જળમાં રાખી તે જળનું સેવન કરવું
• પિતાના સંબંધોમાં અંતરાય ન નાંખવા
• કોઈ વડીલને તિર્થયાત્રા કરવવાનો સંકલ્પ કરવો
• ઓમ ઐં બુધાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા
• દૂધ અને ભાત નિત્ય જમવામાં લેવા
• ઓમ હં હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરવો
• શનિવારે પંચમુખી હનુમાનજીના મંદિર દર્શન કરવા
• વદ પક્ષના પ્રત્યેક શનિવારે હનુમાનજીને સિંદૂર મિશ્રિત ચમેલીનું તેલ અર્પણ કરવું.

કર્ક રાશિના જાતકો માટે-


• સંધ્યાકાળે માતાને ચરણસ્પર્શ કરવા
• ગણેશજીનો ચાંદીનો સિક્કો પર્સમાં રાખવો
• સવારે દૂધની અંદર એક ચમચી મધ નાંખી દૂધ પીવું
• કોકટેલ-મોકટેલ જેવા પીણાનો ત્યાગ કરવો
• મોતીની માળાથી ઓમ ચંદ્રાય નમઃ નો મંત્રજાપ કરવો
• કપાળ ઉપર હલદી-કુમકુમનું તિલક કરવું
• સફેદ રેશમી વસ્ત્ર બિછાવી સરસ્વતીકવચનો પાઠ કરવો
• ઓમ હ્રીં ઐં હ્રીં ઓમ સરસ્વત્યૈ નમઃ આ મંત્રની એક માળા કરવી

સિંહ રાશિના જાતકો માટે-


• અગ્નિતત્ત્વની રાશિ છે માટે મન શાંત રાખવા પ્રયત્ન કરવો
• ગુરૂવારે પોતાના કોઈએક શિક્ષકના ચરણસ્પર્શ કરવા
• મંગળવારે ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરવું
• શક્ય હોય તો ઘઉંના દાન કરવા
• સિંહ રાશિને થોડો ઇગો પ્રોબ્લેમ હોઈ શકે છે માટે સાવધાન રહેવું
• રવિવારે સફેદ વસ્ત્ર ધારણ કરવા

કન્યા રાશિના જાતકો માટે-


• અવારનવાર વિચારો બદલાયા કરે તેવું બને માટે સ્થિરતા પ્રાપ્ત કરવી
• શક્ય હોય તો કાંસાની થાળી-વાટકીમાં જમવું
• સવારે એક કપ દૂધ મધ નાંખીને પીવું
• આખી હળદર પાકીટમાં રાખવી હિતકારી છે
• ઓમ શં શનૈશ્ચરાય નમઃ આ મંત્રની માળા કરવી
• વડીલોને પગે લાગી દિવસનો પ્રારંભ કરવો

તુલા રાશિના જાતકો માટે-


• મિત્રો સાથે હરવા-ફરવાની ઇચ્છા વધુ થાય માટે સંયમ રાખજો
• બધા વિષયો ઉપર સમતોલ ધ્યાન આપવું. તુલા રાશિના જાતકોને એવું બને જે વિષય ગમી જાય તેની ઉપર જ વધુ ધ્યાન આપે. તેવું ન કરતા.
• હનુમાનજીને દર શનિવારે ચમેલીનું તેલ અને સિંદુર ચઢાવવું
• ઓમ હં હનુમતે એ મંત્રની એક માળા કરી શકાય
• બુધવારે વિષ્ણુ સહસ્રના પાઠ પણ કરી શકાય
• ઓમ નમોભગવતે વાસુદેવાય મંત્રની માળા દર બુધવારે કરી શકાય

વૃશ્ચિક રાશિના જાતકો માટે-


• થોડા વધુ સંવેદનશીલ હોઈ શકો છો. પ્રત્યેક વાતની જલદી અસર થઈ જાય માટે સાવધાની રાખજો. મનને એકાગ્ર રાખજો
• ઓમ સૌં સોમાય નમઃ આ મંત્રની એક માળા કરવી
• દર પૂનમે ચંદ્રદેવના દર્શન પાંચ-સાત મિનિટ કરવા
• રાત્રિ સમયે દૂધમાં હળદર નાંખી દૂધ પીવું
• ગળામાં મોતીની માળા પણ પહેરી શકાય

ધન રાશિના જાતકો માટે-


• જે નક્કી કરો તે અમલમાં ન મૂકી શકાય તેવું બને.
• ઓમ બ્રૂં બ્રુહસ્પતયે નમઃ આ મંત્રની માળા કરવી
• ગોળનો શીરો જમવામાં લેવો
• દાડમના દાણા દર રવિવારે જમવામાં લેવા
• પિતાને પ્રણામ કરી દિવસનો પ્રારંભ કરવો
• સ્વચ્છ તાંબાના લોટામાં જળ પીવું

મકર રાશિના જાતકો માટે-


• ખૂબ જ સેફ્ટી અને સિક્યોરીટી જોવામાં પાછા પડી જવાય માટે થોડું માત્રા જાળવવી પડશે.
• અભ્યાસમાં આળસનો ત્યાગ કરવો પડશે
• ભણવાના ટેબલ ઉપર જુદા જુદા રંગના તાજા પુષ્પો મૂકવા
• કુંવારીકાને શક્તિ પ્રમાણે દાન-ભેટ અર્પણ કરવા
• ઓમ શું શુક્રાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવી
• દર અમાસે શિવજીના મંદિરે દર્શન કરવા

કુંભ રાશિના જાતકો માટે


• ખૂબ જ ઝડપી સફળતા મેળવવાના થનગનાટ થાય. તમારે સંયમ રાખવો પડશે.
• ઓમ બું બુધાય નમઃ આ મંત્રનો જાપ કરવો
• દર બુધવારે જમવામાં મગ લેવા
• ચોખાનું દાન દર સોમવારે કરવું
• દર શનિવારે શ્રીફળ વધેરવું
• વૃદ્ધાશ્રમમાં જઈ યથાશક્તિ દાન અર્પણ કરવું

મિન રાશિના જાતકો માટે-


• કોઈ કંઈક કહે તો મનમાંથી દિવસો સુધી વાત ખસે નહીં. માટે આટલી બધી સંવેદનશીલતા ન રાખતા.
• માતાને નિત્ય ચરણસ્પર્શ કરી દિવસનો પ્રારંભ કરવો
• ઓમ નમઃ શિવાયની એક માળા અવશ્ય કરવી
• મંગળવારે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો
• ગુરૂવારે પીળા વસ્ત્ર પહેરવા
• પીળા પુષ્પો અભ્યાસના ટેબલ ઉપર રાખવા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments