વિદ્યાર્થીઓમા મોટા સમાચાર! સુરતની 400 ખાનગી સ્કૂલોએ એકમ કસોટી રદ કરવાનો કર્યો ઠરાવ

0
0
DEOએ ધો 9થી 12ની એકમ કસોટી ફરજિયાત લેવાની સાથે શિક્ષકોને ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવા અને વાલીઓને ઉતરવહીઓ શાળાએ પહોંચાડવાનો આદેશ કર્યો હતો.

સુરતઃ કોરોનાની વિસ્ફોટ (corona blast) પરિસ્થિતિ વચ્ચે તંત્ર સ્વૈચ્છિક લોકડાઉન (lockdown) કરાવી રહ્યુ છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ (District Education Officer) ધો 9થી 12ની એકમ કસોટી ફરજિયાત લેવાની સાથે શિક્ષકોને (Teachers) ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવા અને વાલીઓને ઉતરવહીઓ શાળાએ પહોંચાડવાનો આદેશ કરતા જ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એનો જોરદાર વિરોધ નોંધાવીને તમામ 400 શાળાઓમાં એકમ કસોટી (Ekam kasoti) રદ કરવાનો ઠરાવ કર્યો હતો.

 સુરત શહેર (surat)અને જિલ્લામાં કોરોનાના કેસો ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે બુધવારે જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજયગુરૂએ એક પરિપત્ર જારી કરીને આદેશ કર્યો છે કે આગામી 29થી 30 જુલાઇ દરમ્યાન બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં ધો 9થી 12માં ફરજિયાત એકમ કસોટી લેવાની રહેશે. જેમાં એકમ કસોટીના દિવસે શાળા દ્વારા વિદ્યાર્થીઓના ઘરે સોફટ કે પછી હાર્ડ કોપીમાં પ્રશ્નપત્ર પહોંચાડવાનું રહેશે. (સુરત અનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડો દિપક રાજ્યગુરુ)

 વિદ્યાર્થીઓએ વાલીઓની રૂબરૂમાં જવાબો લખ્યા બાદ એકમ કસોટીના જવાબોની નોટબુક વાલીઓએ 31મી જુલાઇ સુધીમાં વાલી મારફત શાળામાં પહોંચાડવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીના આ પરિપત્રને લઇને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બુધવારે રાજય લેવલની મહત્વની બેઠક મળી હતી. તેમાં સમ્રગ ગુજરાતની સ્વનિર્ભર શાળાઓના પ્રમુખોએ એક સહમત થઇને આ કસોટી રદ્ કરવાનો ઠરાવ કર્યો હતો.

 મહામંડળની કારોબારી સભાએ તેને મંજૂર રાખી સરકારને બે દિવસમાં રજુઆત કરશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો એકમ કસોટી રદ કરવાના ઠરાવને લઇને જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજયગુરૂએ જણાવ્યુ હતુ કે અગાઉ શાળા સંચાલકો સાથે જિલ્લા કલેકટરની બેઠક મળી હતી.

આ બેઠકમાં સ્પષ્ટ જણાવાયુ હતુ કે પેપરો કે ઉતરવહીઓ હેન્ડ ટુ હેન્ડ નહીં મોકલાઇ તો વોટ્સ અપ કે ઇ-મેઇલથી મોકલવાના રહેશે. આથી અગાઉ જે નિર્ણય થયો હતો . તે મુજબ પરીક્ષા તો લેવાશે જ.જાકે ખાનગી સ્કૂલોએ એકમ કસોટી રદ કરવામનો નિર્ણય કરી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here