Sunday, October 17, 2021
Homeવિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન મનોરંજન બની રહે તે જોવું પડશે, પ્રકાશ જાવડેકરેનો દાવો
Array

વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન મનોરંજન બની રહે તે જોવું પડશે, પ્રકાશ જાવડેકરેનો દાવો

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજીઝ અંગે સમિટ યોજાઈ. જેનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરે ઉદ્ઘાટન કર્યું. સીએમ રૂપાણી અને પ્રકાશ જાવડેકરે વિવિધ સાયન્ટીફિક પ્રોજેક્ટના મોડલનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંહ પણ હાજર રહ્યાં હતાં. પ્રકાશ જાવડેકરે કહ્યું કે ઝડપથીનવી શિક્ષા નીતિ અમલમાં આવશે. નવી શિક્ષા નીતિ માટે એક હજારથી વધુ સુચનો આવ્યાં છે.

આ સમિટમાં વાઇબ્રન્ટ ગુજરાત ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી એક્ઝીબિશન, સ્પેસ એક્ઝીબિશન અને ઇન્ટરનેશનલ વિષય પર સેમિનાર યોજાશે. એક્ઝીબિશનમાં ઓગ્યુમેન્ટેડ રિયાલીટી, રોબોટિક્સ અંગે પણ માહિતી અપાશે. સ્પેસ એક્ઝીબિશન લોકો માટે ખુલ્લુ મુકાયું છે. એક્ઝીબિશનની સાથે સ્ટીમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ યોજાઈ.

કેન્દ્રીય એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન મનોરંજન બની રહે તે જોવું પડશે. વિદ્યાર્થીઓ ત્રણ કારણોથી વિદેશમાં જતાં હતા. સારા સુપરવિઝનનો અભાવ, સારી લેબનો અભાવ અને સ્કેલરશીપના ઈશ્યુને કારણે વિદ્યાર્થીઓ વિદેશ જતા હતા. પરંતુ હવે એ શક્ય નથી રહ્યું.

કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા લેબ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ગુગલ, વોટ્સએપ સહિતની શોધોમાં ભારતીયોનો મોટો ફાળો છે. અને તમામ શોધ ભારતમાં થાય એવું વાતાવરણ બનાવી કેન્દ્ર સરકાર બનાવી રહી છે. આજે એપ્લીકેશન પોપ્યુલર બેંક છે. જે એક મેથડ 10 રીતે શીખવી શકાય તે રીતે બની રહી છે. શિક્ષક પણ વિચારે છે પણ અમલમાં નથી મુકતા. જેને લઈને આ સેમીનારનું આયોજન કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments