વિદ્યાર્થીનીઓની છેડતી અટકે તે માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

0
20

સુરતઃપોલીસ કમિશનર સતિષ શર્માએ ટ્યૂશન ક્લાસિસમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર બનાવો અટકે તેને લઇને એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રીના નવ વાગ્યા બાદ ટ્યુશન ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યુ છે.

ટ્યુશનની અંદર અને બહારના ભાગે સીસીટીવી કેમેરા લગાડવા સંચાલકોને સૂચના આપવામાં આવી છે. આ સીસીટીવી કેમેરા ટ્યુશન ક્લાસિસની અંદર અને બહારના એટલે કે રોડ સુધીનો ભાગ કવર કરી શકે તેવા હાઈ રિજ્યુલ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. તો આ ઉપરાંત સુરત પોલીસ કમિશનરે બાળ માનસ પર અસર કરતી બ્લ્યૂવેલ ગેમ તેમજ પબ્જી ગેમ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here