Tuesday, December 7, 2021
Homeવિદ્યાર્થીને ફટાકડા ફોડવા બદલ પટ્ટાથી માર મારવા મામલે ચાર શિક્ષકો અને શાળા...
Array

વિદ્યાર્થીને ફટાકડા ફોડવા બદલ પટ્ટાથી માર મારવા મામલે ચાર શિક્ષકો અને શાળા સંચાલકની ધરપકડ

મોરબીના ટંકારાની ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે શાળા સંચાલક અને ચાર શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. ટંકારાની લાઇફ લીંકસ શાળામાં વિદ્યાર્થીએ ફટાકડા ફોડવાને લઈને શિક્ષકોએ પટ્ટા વડે વિદ્યાર્થીને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. વિદ્યાર્થીને મારને લઈને શાળા સંચાલક અને ચાર શિક્ષકો સામે એટ્રોસિટી અને માર મારવા સંબંધિત ફરિયાદ નોધાઈ હતી. જે બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આખરે શાળા સંચાલક જયંતિભાઇ બારૈયા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments