વિદ્યા બાલન વેબ સિરીઝ બાદ હવે શોર્ટ ફિલ્મમાં પણ ડેબ્યુ કરશે

0
69

બોલિવૂડ ડેસ્ક: વિદ્યા બાલન હાલ તેના કરિયરને લઈને એક્સપેરિમન્ટ કરી રહી છે. તે અલગ-અલગ ફિલ્ડમાં તેનું ટેલેન્ટ ટ્રાય કરી રહી છે. રિજનલ સિનેમા, વેબ સિરીઝમાં ડેબ્યુ કર્યા બાદ હવે તે શોર્ટ ફિલ્મમાં પોતાની એક્ટિંગ સ્કિલને અજમાવવા તૈયાર છે. સૂત્રોની જાણકારી મુજબ, વિદ્યા બાલને એક શોર્ટ ફિલ્મ ફાઈનલ પણ કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વિદ્યા બાલન 20 મિનિટની શોર્ટ ફિલ્મમાં મેઈન લીડમાં હશે. વિદ્યાને નવું નવું ટ્રાય કરવું ગમે છે અને તેને શોર્ટ ફિલ્મમાં રસ પડ્યો અને તે એક શોર્ટ ફિલ્મનો હિસ્સો બનવા માગતી હતી. તેને શોર્ટ ફિલ્મની એક સ્ક્રિપ્ટ ઓલરેડી ગમી ગઈ છે અને તેના પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલા છે. હાલ ફિલ્મ શરૂઆતના સ્ટેજમાં છે માટે એક્ટ્રેસ આ અંગે કોઈ વધુ માહિતી જાહેર કરવા માગતી નથી.

એક્ટિંગમાં વિવિધ ફિલ્ડ અજમાવ્યા ઉપરાંત વિદ્યા બાલને રેડિયો જોકી તરીકે પણ ઝંપલાવ્યું છે. તે ‘ધૂન બદલ કે દેખ’ નામનો રેડિયો શો હોસ્ટ કરે છે. તે ઇન્દિરા ગાંધી પરની વેબ સિરીઝથી તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. ઉપરાંત વિદ્યા અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘પિન્ક’ની તમિળ રિમેકથી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here