વિધર્મી યુવકે કિશોરીને ભગાવી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવ્યું, પોલીસે ઝડપી પાડ્યા

0
44

સુરતઃ  લિંબાયતમાં હિન્દુ કિશોરીને મુંબઇ લઇ જઇ બોગસ નોટરી બનાવ્યા બાદ એક મુસ્લિમ યુવકે લગ્ન કરી ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આઠ દિવસ બાદ પિતાને ફોન કરનાર દીકરીનો મોબાઈલ ટ્રેસ કરી પોલીસે બન્નેને પકડીને સુરત લઈ આવતા આખો મામલો બહાર આવ્યો છે.

લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, મુંબઈથી ઝડપાયેલા બન્ને પૈકી યુવતી સગીરા હોવાનું તેની ઉંમરના સ્કૂલ સર્ટિફિકેટના આધારે કહીં શકાય છે. હાલ કિશોરીની ઉંમર 16 વર્ષ 10 મહિના હોવાનું તેણીના પિતા કહીં રહ્યા છે. જેને ડિંડોલીમાં રહેતો અમન નામનો ઈસમ ગત તારીખ 16મીના રોજ લગ્નની લાલચ આપી ભગાવી ગયો હોવાનું બહાર આવતા પોલીસે 24 જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કિશોરીએ પિતાને ફોન કરતા મુંબઈમાં હોવાનું જાણવા મળતા પોલીસ બન્નેને પકડીને સુરત લઈ આવી છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે, મુંબઇ ખાતે બનાવવામાં આવેલા લગ્નના પ્રમાણપત્ર અને બનાવવામાં આવેલી વકીલ સાથેની નોટરી અમન શેખ પાસેથી મળી આવ્યા છે. જેના અભ્યાસ બાદ કિશોરીનું બોગસ નોટરી કરાવી તેમાં કિશોરીની ઉંમર 19 બતાવાઈ હોવાનું અને તેના આધારે મુસ્લિમ ધર્મ પ્રમાણે નિકાહ થયા હોવાનું હાલ બહાર આવ્યું છે. આરોપી વિધર્મી યુવકે મુસ્લિમ સમાજ તરફથી મેરેજ સર્ટિફિકેટ પણ બનાવી લીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેના આધારે આરોપી અમનની લિંબાયત પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે. અને ત્રણ દિવસના રિમાન્ડ લઈ  પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here