Monday, September 20, 2021
Homeવિધાનસભા : નલિયા સેક્સકાંડનો રિપોર્ટ જાહેર કરવા સરકારની વિચારણા: રૂપાણી
Array

વિધાનસભા : નલિયા સેક્સકાંડનો રિપોર્ટ જાહેર કરવા સરકારની વિચારણા: રૂપાણી

ગાંધીનગર: કચ્છના નલીયામાં યુવતીઓ સાથે ભાજપ સાથે સંકળાયેલાં કેટલાંક લોકોના કથિત બળાત્કારના કિસ્સા અંગે થયેલી તપાસનો અહેવાલ જાહેર કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ છે. કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ અન્વયે રિપોર્ટ મળ્યાના છ માસમાં સરકારે ગુજરાત વિધાનસભાના મેજ પર તપાસપંચનો અહેવાલ રજૂ કરવાનો રહે છે, જો કે હજુ આ બાબતે સરકારે કોઇ કાર્યવાહી કરી નથી.

જસ્ટિસ દવે તપાસપંચની રચના કરી હતી

દાણીલીમડાના ધારાસભ્યના પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રીએ રૂપાણીએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ વિધાનસભાના મેજ પર મૂકી જાહેર કરવા અંગે સરકાર વિચાર કરી રહી છે.યુવતીએ કરેલાં આક્ષેપો બાદ મોટાપાયે નલીયામાં સેક્સરેકેટ ચાલતાં હોવાની વિગતો છતી થતાં ગુજરાત સરકારે તપાસ માટે જસ્ટિસ દવે તપાસપંચની રચના કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments