Sunday, November 28, 2021
Homeવિધાનસભા બજેટસત્ર પહેલા રાજ્યના 30થી વધુ IAS અધિકારીઓની બદલી થશે
Array

વિધાનસભા બજેટસત્ર પહેલા રાજ્યના 30થી વધુ IAS અધિકારીઓની બદલી થશે

અમદાવાદ: રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ થયા બાદ હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે રાજ્યમાં ફરજ બજાવતા 30થી વધુ IAS અધિકારીઓની વિધાનસભા બજેટસત્ર પહેલા બદલી થવાના શક્યતા જણાઈ રહી છે. રાજ્યના ચાર જેટલા કલેક્ટરોની પણ બદલીઓ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ACSના પદે શહેરી વિભાગના અગ્રસચિવ મુકેશ પૂરીને મુકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે, સચિવ અને અગ્ર સચિવની કક્ષાએ બદલીઓ થાય તેવી શક્યતા છે. જો સીમિત પ્રમાણમાં બદલીઓ કરવામાં આવશે તો ACSના પ્રમોશન સાથે બદલીઓ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. ઉર્જા અને પેટ્રોકેમિકલના અધિક મુખ્ય સચિવ રાજગોપાલની આ મહિને નિવૃતિ થઈ રહી છે. જેના પગલે કેટલાક ફેરફાર થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments