વિપક્ષના વિરોધ વચ્ચે પ્રણવ મુખર્જીએ કરી ECની પ્રશંસા, રાહુલ ગાંધીએ કરી હતી ટીકા

0
23

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારે લોકસભા ચૂંટણી 2019ને શાનદાર રીતે સંપન્ન કરાવવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરી છે.

પ્રણવ મુખર્જીએ નવી દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન પર કહ્યું કે પહેલાના ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનથી લઇને વર્તમાન ચૂંટણી કમિશ્નર સુધી સંસ્થાએ સારું કાર્ય કર્યું છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે કાર્યપાલિકા ત્રણેય કમિશ્નરને નિયુક્ત કરે છે અને સારી રીતે કાર્ય કરી રહ્યા છે. તમે તેમની ટીકા ન કરી શકો. એ ચૂંટણી માટે યોગ્ય વલણ છે. મુખર્જીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ સતત ચૂંટણી પંચને નિશાન બનાવી રહ્યું છે.

મુખર્જીએ પુસ્તક સોનીયા સિંહના પુસ્તક ‘ડિફાઇનિંગ ઇન્ડિયા :થ્રુ દેયર આઇધ’ ના વિમોચન પર કહ્યું કે લોકતંત્ર સફળ બન્યું છે તે મુખ્યત્વે સુકુમાર સેનથી લઇને વર્તમાન ચૂંટણી કમિશ્નર દ્વારા સારી રીતે ચૂંટણી કરાવવાને કારણે થયું છે.

મુખર્જીની આ ટીપ્પણીના એક દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. ટ્વિટર પર કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ચૂંટણી પંચે આત્મસમર્પણ જાહેર છે. અને ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ અને સન્માનિત નથી રહી ગયું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here