વિપક્ષ પર નિતિન ગડકરીનો પ્રહાર, કહ્યું- PM મોદીને આપેલી 56 ગાળો 56 ભોગ સમાન

0
0

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું છે. ગડકરીએ કહ્યું કે નિરાશ વિપક્ષે દેશના પ્રધાનમંત્રી મોદીને 56 ગાળો આપી છે.આ 56 ભોગની જેમ છે. એમને કહ્યું કે પ્રધાનમંત્રી કોઇ પાર્ટીના નહીં પરંતુ દેશના હોય છે. દુર્ભાગ્યવશ પ્રધાનમંત્રીના માન સમ્માનના કારણે વિપક્ષ અને ખાસ રીતે કોંગ્રેસ દ્વારા એમની પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી.

ગડકરીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું ‘પર્ફોમન્સ અને કાર્ય ચૂંટણીનો મુદ્દો ના બને, એના માટે વિપક્ષ બે વાત પર ચૂંટણી પંચને લઇને ગયું.’ પહેલા દલિતો, અલ્પસંખ્યકો, એસસી એસટીના મનમાં ડર પેદા કરવો અને બીજો વિકાસના જે કામો 50 વર્ષથી થયા નથી અને 5 વર્ષમાં થયા, એની પર ચર્ચા ના કરીને જાણી જોઇને ગંદી ગંદી ટિપ્પણીઓ કરવી.જેમાં રાહુલ જી ને તો સુપ્રીમ કોર્ચટમાં પોતાના નિવેદન માટે જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો એ બધા જાણે છે.

એમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે જે 1984ના હુલ્લડો પીડિતોને ન્યાય આપી ના શક્યા એ દેશના ગરીબોને શું ન્યાય આપશે. જે લોકો પર અત્યાચાર અને અન્યાય થયો એમને ન્યાય ના આપી શક્યા તો શું દેશના ગરીબોને ન્યાય આપશે.

રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે એમની પેઢીઓ ગરીબી હટાવવાની વાત કરતી રહી, પરંતુ ગરીબી હટી નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here