Sunday, September 19, 2021
Homeવિમાન દુર્ઘટનાના મૃતકોમાં પર્યાવરણ મંત્રાલયની સલાહકાર સહિત 4 ભારતીયો સામેલ
Array

વિમાન દુર્ઘટનાના મૃતકોમાં પર્યાવરણ મંત્રાલયની સલાહકાર સહિત 4 ભારતીયો સામેલ

અદીસ અબાબાઃ ઇથિયોપિયન એરલાઇન્સનું બોઇંગ 737 વિમાન રવિવારે ક્રેશ થઇ ગયું. તેમાં સવાર તમામ 149 યાત્રી અને 8 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. તેમાં પર્યાવરણ મંત્રાલયની સલાહકાર શિખા ગર્ગ સહિત ચાર ભારતીયો પણ હતા. સરકારી મીડિયા અનુસાર, મૃતકોમાં 35 દેશોના નાગરિક સામેલ છે. પ્લેન ઇથિયોપિયાની રાજધાની અદીસ અબાબાથી કેન્યાના નૈરોબી જઇ રહ્યું હતું.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, મૃતકોમાં સામેલ ભારતીયોના નામ વૈદ્ય પન્નાગેશ ભાસ્કર, વૈદ્ય હાસિન અન્નાગેશ, નુકવાપરુ મનીષા અને શિખા ગર્ગ છે. તેઓએ કહ્યું કે, ઇથિયોપિયા સ્થિત ઉચ્ચાયુક્તને ભારતીય મૃતકોના પરિવારજનોની દરેક પ્રકારની મદદ કરવાનું કહેવામાં આવ્યું છે.
એરલાઇન્સના સીઇઓ તેવોલ્ડ ગેબ્રેમારિયમે જણાવ્યું કે, બોઇંગ વિમાન સ્થાનિક સમયાનુસાર સવારે 8.38 વાગ્યે ટેક ઓફ થયું અને તેની 6 મિનિટ બાદ જ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. હજુ સુધી દુર્ઘટનાના કારણો સામે આવ્યા નથી. જો કે, પાઇલટે ઇમરજન્સી કોલ કર્યો હતો અને ત્યારબાદ ફ્લાઇટને પરત ફરવાની અનુમતિ આપવામાં આવી હતી.
નવેમ્બરમાં ખરીદ્યું હતું પ્લેન
ન્યૂઝ એજન્સી અનુસાર, વિમાન રાજધાની અદીસ અબાબાથી અંદાજિત 60 કિમી દૂર બીશોફ્તૂની પાસે ક્રેશ થયું. એરલાઇન્સે આ વિમાનને નવેમ્બરમાં જ ખરીદ્યું હતું. ઇથિયોપિયન એરલાઇન્સને આફ્રિકાને સૌથી મોટી એરલાઇન્સ ગણવામાં આવે છે. 2010માં પણ એરલાઇન્સનું એક પ્લેન બેરૂતથી ટેક ઓફ થયા બાદ ક્રેશ થયું હતું, તેમાં 90 યાત્રીઓના મોત થયા હતા.
સૌથી વધુ કેન્યાના યાત્રીઓના મોત
એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, બોઇંગ વિમાનમાં કેન્યાના 32, ઇથિયોપિયાના 17 અને કેનેડાના 18, અમેરિકા, ઇટલી, ચીનના 8-8, ફ્રાન્સ અને બ્રિટનના 7, ઇજિપ્તના 6, નેધરલેન્ડના 5, ભારત અને સ્લોવાકિયાના 4-4, જર્મનીના 5, રશિયા, ઓસ્ટ્રિયા અને સ્વીડનના 3-3, સ્પેન, ઇઝરાયલ, મોરક્કો અને પોલેન્ડના 2-2 યાત્રી સવાર હતા.
વડાપ્રધાને સૌથી પહેલા પુષ્ટિ કરી
ઇથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદે સૌથી પહેલાં પ્લેન ક્રેશની પુષ્ટિ કરી. તેઓએ ટ્વીટર પર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ સંવેદના વ્યક્ત કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments