Tuesday, December 7, 2021
Homeવિયેતનામ સમિટ : ટ્રમ્પના એક્સ એટર્નીના સ્ફોટક નિવેદનના પગલે કિમ સાથે સમિટ...
Array

વિયેતનામ સમિટ : ટ્રમ્પના એક્સ એટર્નીના સ્ફોટક નિવેદનના પગલે કિમ સાથે સમિટ અધવચ્ચે અટકાવી, સમય પહેલાં સ્થળ છોડ્યું

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સાથેની ગુરૂવારે મળેલી બીજી સમિટમાં અધવચ્ચે જ ભંગાણ પડ્યું છે. આ બંને લીડર્સના જોઇન્ટ સ્ટેટમેન્ટનો કાર્યક્રમ યથાવત રહ્યો હતો અને ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં બે કલાક સુધી હાજરી આપી હતી. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડરે રિપોર્ટર્સને કહ્યું કે, પ્રેસિડન્ટ સાથે વાતચીતનો સમય 1 વાગ્યે પૂરો થઇ જશે અને આખી સમિટને અડધો કલાકમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે. જો કે, સારા સેન્ડર્સે બંને દેશો વચ્ચે સમિટના અંતે કોઇ હસ્તાક્ષર થશે કે નહીં તે અંગે જવાબ આપ્યો નહતો. જે રિપોર્ટર્સ પાસે સમિટના કવર હતા તેઓને બસ દ્વારા બીજાં સ્થળે મોકલી આપવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે, આ સમિટને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે.

 

બંને નેતાઓ વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે ચર્ચા

વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે કહ્યું કે, બંને લીડર્સ વચ્ચે ડિન્યૂક્લરાઇઝેશન મુદ્દે ચર્ચા થઇ છે. હાલ આ મુદ્દે કોઇ એગ્રીમેન્ટ નહીં થાય, પરંતુ તેઓની ટીમ ભવિષ્યમાં આ અંગે બીજી મીટિંગ કરવાની તૈયારીઓ કરી રહી છે. સારાહે કહ્યું કે, ટ્રમ્પ અને કિમ વચ્ચેની સમિટ સારી અને રચનાત્મક રહી છે.

નિશ્ચિત સમય પહેલાં હોટલ છોડી

ટ્રમ્પ અને કિમે નિશ્ચિત સમય પહેલાં જે હોટેલમાં સમિટ યોજાઇ હતી તે સ્થળેથી બહાર નિકળી ગયા હતા. બંને દેશો જે એગ્રીમેન્ટ સેરેમની રાખવામાં આવી હતી તેને રદ કરી દેવામાં આવી છે.

આ નિર્ણય ટ્રમ્પના હાલ પરમાણુ નિઃશસ્ત્રીકરણ મુદ્દે કોઇ ઉતાવળ નથી તેવા સ્ટેટમેન્ટ બાદ લેવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમે યોગ્ય ડીલ ઇચ્છીએ છીએ. ટ્રમ્પ અને કિમની સાથે યુએસ સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો અને નોર્થ કોરિયાના ઓફિશિયલ કિમ યોંગ ચોલ હાજર રહ્યા હતા. આજે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં ટ્રમ્પે કહ્યું કે, બે શક્તિશાળી નેતાઓ વચ્ચે સંબંધોથી ભવિષ્યમાં કંઇક સારું જ બનશે.

ટ્રમ્પના પર્સનલ એટર્નીનું સ્ફોટક નિવેદન

ટ્રમ્પની જૂન મહિનામાં સિંગાપોરમાં મળેલી કિમ સાથેની બેઠકમાં પરમાણુ કાર્યક્રમ મુદ્દે કરાર થયા હતા. પરંતુ આજે મળેલી સમિટ એક સ્ફોટક નિવેદનના પગલે અધવચ્ચે જ કેન્સલ કરી દેવામાં આવી છે.

ટ્રમ્પ અને કિમની વિયેતનામમાં પ્રેસ કોન્ફરન્સના એક કલાક પહેલાં જ ટ્રમ્પના ભૂતપૂર્વ પર્સનલ એટર્ની મિશેલ કોહેને અમેરિકન કોંગ્રેસ સામે નિવેદન આપ્યું છે કે, પ્રેસિડન્ટ ‘કોનમેન’ છે અને તેઓ પોતાના રશિયન બિઝનેસ વિશે ખોટું બોલી રહ્યા છે. કોહેનને કોંગ્રેસ સામે ખોટું બોલવા બદલ ત્રણ વર્ષની જેલની સજા આપવામાં આવી છે.

સમિટ પહેલાં ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, કોહેને ખરાબ વર્તન કર્યુ છે અને તે પોતાની જેલની સજાને ઓછી કરવા માટે વધુ જૂઠાણું ફેલાવી રહ્યો છે.

હકારાત્મક પરિણામની આશાઃ ટ્રમ્પ

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને આજે ગુરૂવારે સવારે સમિટની શરૂઆત કરી હતી. બુધવારે આ બંને લીડર સાંજે સોશિયલ ડિનર માટે મળ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, આ સમિટથી ભારે સફળતા અને હકારાત્મક પરિણામની આશા છે. સામે પક્ષે કિમે કહ્યું કે, કોઇ પણ કરાર પર હસ્તાક્ષર થશે કે નહીં તે અંગે કહેવું ઉતાવળ ગણાશે. ટ્રમ્પે વધુ એક વાર ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટ મુદ્દે કોઇ ઉતાવળ નહીં હોવાની વાત પર ભાર મુક્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા નોર્થ કોરિયાને ન્યૂક્લિયર વેપન્સ પ્રોગ્રામ મુદ્દે કોઇ અણછાજતી માગણી નહીં કરે.

તપાસ માટે તૈયાર કિમ જોંગ

નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને સવાલો કરવામાં આવ્યા કે, શું તેઓ ન્યૂક્લિયર પ્રોગ્રામની તપાસ માટે તૈયાર છે? જવાબમાં કિમ જોંગે કહ્યું કે, તેઓને પ્યોંગયાંગની ઓફિસની તપાસ મુદ્દે કોઇ વાંધો નથી.

અમેરિકન મીડિયાએ ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટ અંગેના સવાલો કરતાં કિમે કહ્યું કે, હું પ્રોગ્રામ ખતમ કરવા માટે તૈયાર ના હોત તો હું અહીંયા સમિટ માટે આવ્યો જ ન હોત.

બંને નેતા બેઠક બાદ સ્થાનિક સમય અનુસાર, આજે બે વાગ્યે એક કરાર પર હસ્તાક્ષર કરશે.

નોર્થ કોરિયા ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ નહીં કરે

ન્યૂઝ એજન્સી અનુસાર, અમેરિકા નોર્થ કોરિયા પાસે ન્યૂક્લિયર પ્રોગ્રામ અને બેલાસ્ટિક મિસાઇલ્સ પ્રોગ્રામને સંપુર્ણપણે બંધ કરવાની માગણી નહીં કરે. આ નિર્ણયનો અર્થ એ છે કે, નોર્થ કોરિયા પોતાના મિસાઇલ્સ પ્રોગ્રામને બંધ નહીં જ કરે.

યુએસ ઇન્ટેલિજન્સ અધિકારીઓ અનુસાર, નોર્થ કોરિયા તેમના પરમાણુ પરિક્ષણોને નેશનલ સિક્યોરિટીની કારણોસર બંધ કરવા માટે તૈયાર નથી. નિષ્ણાતો અનુસાર, જો પરમાણુ પરિક્ષણો બંધ નહીં થાય તો અમેરિકા આર્થિક પ્રતિબંધો કેટલાં હળવા કરશે તેના પર આશંકા છે.

બંને પક્ષે થઇ રહેલી ચર્ચાથી એવું તારણ નિકળી રહ્યું છે કે, ડિન્યૂક્લિયરાઇઝેશનની તપાસ કરવામાં આવશે જેમ કે, ઇન્સ્પેક્શન અધિકારીઓને નોર્થ કોરિયાના યાંગબ્યોન ન્યૂક્લિયર રેક્ટરની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવશે.

આ પ્રકારની ડીલથી અમેરિકન સાંસદો વધુ તપાસની માગણી કરશે, ખાસ કરીને એવા સાંસદો જેઓ શરૂઆતથી જ નોર્થ કોરિયાના ન્યૂક્લિયર પ્રોગ્રામ ક્યારેય બંધ નહીં થાય તેવું કહી રહ્યા છે.

ટ્રમ્પને ફોરેન પોલીસીમાં સરળતા રહેશે

ટ્રમ્પ માટે નોર્થ કોરિયાના પરમાણુનું જોખમ ઓછું થાય તેવી કોઇ પણ ડીલ તેમના માટે ફોરેન-પોલીસીને લગતી મોટી સફળતા ગણાશે. ગત જૂન મહિનામાં સિંગાપોરમાં મળેલી ઐતિહાસિક સમિટ બાદ ટ્રમ્પ અને કિમે સાથે મળીને નિઃશસ્ત્રીકરણ માટે કામ કરવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા અને કોરિયન પેન્નિનસુલામાં કાયમી શાંતિ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.

નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે ટેક્નિકલ રીતે 1950-53થી શીત યુદ્ધ જ ચાલી રહ્યું છે. અમેરિકા સાઉથ કોરિયાને સપોર્ટ કરતું રહ્યું છે. આજે કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તે કોરિયન યુદ્ધના અંતની જાહેરાત કરશે? ટ્રમ્પે કહ્યું, એ સમિટના અંતે ખબર પડશે.

પરમાણુ પ્રોગ્રામ વિશે ઉતાવળ નહીંઃ ટ્રમ્પ

મને લાગે છે કે, અમે લાંબા સમયથી એકબીજાંની સાથે છીએ, આ હું માત્ર આજના દિવસને અનુલક્ષીને નથી કહી રહ્યો. અમે સફળ થઇશું અને આ સમિટ પણ સફળ રહેશે. કિમે કહ્યું કે, મને પણ સારાં પરિણામોને આશા છે. ટ્રમ્પ આજે લાંબા સમય સુધી નોર્થ કોરિયાના લીડર સાથે રહેશે તેવો સંકેત પણ આપ્યો હતો.

ટ્રમ્પે કહ્યું કે, અમે બંને એકબીજાં સાથે વધુ સમય પસાર કરીશું, એટલે કે ડીલ પર હસ્તાક્ષર થયા બાદ પણ અમે સાથે જોવા મળીશું. અમે ગત રાત્રે ડીનર પર ઘણી સારી ચર્ચા કરી છે અને પ્રિ-ડિનર પણ ખૂબ જ સારું રહ્યું. અમારી વચ્ચે ઘણાં એવા વિચારો છે જે સામે આવવા જોઇએ. ટ્રમ્પે વધુ એકવાર આ સંબંધો બે મજબૂત માણસો વચ્ચેનો છે તેવું કહ્યું હતું.

ન્યૂક્લિયર પ્રોગ્રામ મુદ્દે સિક્યોરિટી કારણો સામે ધર્યા

ન્યૂઝ એજન્સી અનુસાર, અમેરિકા નોર્થ કોરિયા પાસે ન્યૂક્લિયર પ્રોગ્રામ અને બેલાસ્ટિક મિસાઇલ્સ પ્રોગ્રામને સંપુર્ણપણે બંધ કરવાની માગણી નહીં કરે. આ નિર્ણયનો અર્થ એ છે કે, નોર્થ કોરિયા પોતાના મિસાઇલ્સ પ્રોગ્રામને બંધ નહીં જ કરે.

યુએસ ઇન્ટેલિજન્સ અધિકારીઓ અનુસાર, નોર્થ કોરિયા તેમના પરમાણુ પરિક્ષણોને નેશનલ સિક્યોરિટીની કારણોસર બંધ કરવા માટે તૈયાર નથી. નિષ્ણાતો અનુસાર, જો પરમાણુ પરિક્ષણો બંધ નહીં થાય તો અમેરિકા આર્થિક પ્રતિબંધો કેટલાં હળવા કરશે તેના પર આશંકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments