Tuesday, December 7, 2021
Homeવિયેતનામ સમિટ / ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે આજે ટ્રમ્પ-કિમની મુલાકાત; પરમાણુ...
Array

વિયેતનામ સમિટ / ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે આજે ટ્રમ્પ-કિમની મુલાકાત; પરમાણુ કાર્યક્રમ રદ કરવા મુદ્દે ચર્ચા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની આજે વિયેતનામની રાજધાની હનોઇમાં બીજી સમિટ યોજાશે. કિમ જોંગ હનોઇ જવા શુક્રવારથી ટ્રેનમાં રવાના થયા હતા. જ્યારે ટ્રમ્પ મંગળવારે સાંજે નિકળ્યા હતા. કિમ જોંગે મંગળવારે હનોઇ પહોંચીને અહીંની નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી હતી. આ સમિટ દરમિયાન નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત ઉલ્લેખનીય પ્રગતિની ચર્ચા થશે. આ અગાઉ બંને નેતા ગત વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં પ્રથમ સમિટ કરી ચૂક્યા છે. જો કે, પહેલી સમિટ બાદ પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નહતું.

સમિટ દરમિયાન શક્યતાઓ શું છે?

આ સમિટ દરમિયાન બંને લીડર્સ કોરિયન વૉરને ખતમ કરતા પીસ ડિક્લેરેશન (શાંતિ ઘોષણા) પર હસ્તાક્ષર કરે તેવી શક્યતાઓ છે. આ કરાર બાદ અમેરિકા નોર્થ કોરિયા પર લગાવેલા અમુક ચોક્કસ પ્રતિબંધો હટાવી દે તેવી પણ શક્યતાઓ છે. આ અગાઉ 12 જૂન 2018માં મળેલી બેઠકમાં કિમ જોંગ અને કિમે પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર હસ્તાક્ષર કર્યા હતા.

જો કે, શાંતિ કરાર પર હજુ સુધી અવઢવ છે. આખા વિશ્વની નજર આજે એ મુદ્દા પર રહેશે કે બંને નેતાઓ ઔપચારિક રીતે ક્યા અને કેટલાં કરાર પર હસ્તાક્ષર કરે છે. ત્રીજાં દિવસે એટલે કે શુક્રવારે આ સમિટ ખતમ થશે.

આજે સોશિયલ ડિનર પર મળશે

આજે બુધવારે ટ્રમ્પ-કિમ વચ્ચે વન-ઓન-વન મીટિંગ નહીં યોજાય. તેઓ સ્થાનિક સમય અનુસાર સાજે 6.30 વાગ્યે સોશિયલ ડિનર પર મળશે. આ દરમિયાન બંને લીડર્સના ટોપ એડવાઇઝર્સ સાથે રહેશે. ગુરૂવારનું શિડ્યુલ વ્હાઇટ હાઉસે હજુ સુધી રિલીઝ કર્યુ નથી પરંતુ આવતીકાલે બંને વચ્ચે ડિપ્લોમેટિક મીટિંગ થવાની શક્યતાઓ છે.

ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ, એગ્રીમેન્ટ્સ પર હસ્તાક્ષર અને અન્ય કાર્યક્રમો યોજાશે. વિયેતનામનો ટાઇમ ઝોન અમેરિકાથી 12 કલાક આગળ છે. જેનો અર્થ એ થયો કે, જ્યારે ટ્રમ્પ-કિમ વચ્ચે હસ્તાક્ષર થતા હશે ત્યારે મોટાંભાગના અમેરિકન્સ સૂતા હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments