Monday, January 24, 2022
Homeવિયેતનામ સમિટ : 8 મહિનામાં બીજી વખત મળ્યાં ટ્રમ્પ-કિમ, પહેલી વખત સાથે...
Array

વિયેતનામ સમિટ : 8 મહિનામાં બીજી વખત મળ્યાં ટ્રમ્પ-કિમ, પહેલી વખત સાથે ડિનર પણ કર્યું

હનોઇઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે હનોઇના મેટ્રોપોલ હોટલમાં બીજી વખત મુલાકાત કરી. બંને નેતાઓએ પહેલી વખત સાથે ડિનર પણ કર્યું. બંને નેતાઓ વચ્ચે ગત વર્ષે 12 જૂને સિંગાપુરમાં પહેલી વખત વાતચીત થઈ હતી.

તેજીથી થયો હનોઇનો વિકાસ

47 વર્ષ પહેલાં અમેરિકાએ હનોઇ પર થાઈલેન્ડના યૂ-તપાઓ અને ગુઆમના એન્ડરસન એરબેઝથી બે બી-52 ફાઈટર પ્લેનથી બોમ્બ ફેંક્યા હતા. હનોઇ તે સમયે ઉત્તર વિયતનામની રાજધાની હતી અને તેને દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવતું હતું. 1954માં હનોઇમાં માત્ર 43 હજાર લોકો જ રહેતાં હતા અને તે 152 ચોરસ કિલોમીટરમાં જ વસેલું હતું. આજે હનોઇ 3 હજાર ચોરસ કિમીનું બની ગયું છે અને તેની વસ્તી 70 લાખથી પણ વધુ છે. હનોઇ વિકાસમાં પણ ઘણો થયો છે જે તેની ગગનચુંબી ઈમારતો તેમજ રેસ્ટોરન્ટ અને દુકાનો પરથી લગાવી શકાય છે.

કિમ જોંગે નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી

 કિમ જોંગે મંગળવારે હનોઇ પહોંચીને અહીંની નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી હતી. આ સમિટ દરમિયાન નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત ઉલ્લેખનીય પ્રગતિની ચર્ચા થશે. આ અગાઉ બંને નેતા ગત વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં પ્રથમ સમિટ કરી ચૂક્યા છે. જો કે, પહેલી સમિટ બાદ પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નહતું.

ટ્રમ્પને સફળ મુલાકાતનો ભરોસો

ટ્રમ્પે પોતાની વિયેતનામ સમિટની શરૂઆત કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને અત્યંત હકારાત્મક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, આજે સોશિયલ ડિનર સમયે મારાં મિત્ર અને નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથેની મુલાકાત દરમિયાન સારી ઘટનાઓ બનશે.

ટ્રમ્પે આજે વિયેતનામના પ્રેસિડન્ટ અને ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે વિયેતનામના ઝડપી વિકાસના વખાણ પણ કર્યા હતા. પ્રેસિડન્ટ સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, વિયેતનામ અમેરિકામાં બનેલા 10 પ્લેનની ખરીદી કરશે. આ અંગેની સંધિ ટૂંક સમયમાં જ થશે.

ટ્રમ્પે વિયેતનામ અને અમેરિકાના સંબંધોને ઉદાહરણ તરીકે દર્શાવીને નોર્થ કોરિયાને સંદેશ પાઠવ્યો હતો કે, તેઓ પણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ દ્વારા ઝડપી વિકાસ કરતો દેશ બની શકે છે.

સમિટ દરમિયાન શક્યતાઓ શું છે?

 આ સમિટ દરમિયાન બંને લીડર્સ કોરિયન વૉરને ખતમ કરતા પીસ ડિક્લેરેશન (શાંતિ ઘોષણા) પર હસ્તાક્ષર કરે તેવી શક્યતાઓ છે. આ કરાર બાદ અમેરિકા નોર્થ કોરિયા પર લગાવેલા અમુક ચોક્કસ પ્રતિબંધો હટાવી દે તેવી પણ શક્યતાઓ છે. આ અગાઉ 12 જૂન 2018માં મળેલી બેઠકમાં કિમ જોંગ અને કિમે પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર હસ્તાક્ષર કર્યા હતા.

જો કે, શાંતિ કરાર પર હજુ સુધી અવઢવ છે. આખા વિશ્વની નજર આજે એ મુદ્દા પર રહેશે કે બંને નેતાઓ ઔપચારિક રીતે ક્યા અને કેટલાં કરાર પર હસ્તાક્ષર કરે છે. ત્રીજાં દિવસે એટલે કે શુક્રવારે આ સમિટ ખતમ થશે.

1972માં અમેરિકાએ બોમ્બ ફેંક્યો હતો

47 વર્ષ પહેલાં અમેરિકાએ હનોઇ પર થાઇલેન્ડના યૂ-તપાઓ અને ગુઆમના એન્ડરસન એરબેઝથી બે B-52 ફાઇટર જેટ્સથી બોમ્બ ફેંક્યા હતા. હનોઇ તે સમયે નોર્થ વિયેતનામની રાજધાની હતું અને તેને વિશ્વનું સૌથી સુરક્ષિત સ્થળ ગણવામાં આવતું હતું. 1954માં હનોઇમાં માત્ર 43 હજાર લોકો રહેતા હતા અને આ દેશ 152 વર્ગકિમીમાં વસેલો હતો. આજે હનોઇ 3000 વર્ગકિમીમાં ફેલાયેલું છે અને તેની વસતી 70 લાખથી વધુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular