Monday, January 24, 2022
Homeવિરમગામમાં હાર્દિક પટેલના ઘરે માંડવો રોપાયો, લગ્નની શરણાઈઓ ગુંજી
Array

વિરમગામમાં હાર્દિક પટેલના ઘરે માંડવો રોપાયો, લગ્નની શરણાઈઓ ગુંજી

વિરમગામ: હાર્દિક પટેલના રવિવારે લગ્ન છે. વિરમગામ સ્થિત તેના ઘરે આજે માંડવાની વિધિ છે. આ વિધિ માટે મહેમાનો આવી ગયા છે અને શરણાઈના શૂરો અને ઢોલના તાલે માંડવાની તૈયારીઓ થઈ રહી છે. તેના ઘરે નજીકના સંબંધીઓને જ આમંત્રણ અપાયું છે.

કાલે દિગસરમાં લગ્ન

લગ્નમાં કુટુંબીજનો સહીત અંદાજે 400 લોકો હાજર રહે તેવો અંદાજ છે. આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે થઈ રહી છે. આવતીકાલે રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર પહોંચશે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત છે. ત્યારબાદ અંદાજે 3 વાગ્યા સુધીમાં લગ્નની વિધી પૂર્ણ થાય તેવું જાણવા મળી રહ્યું છે.

હાર્દિકનું વતન દિગસર

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલના 27 જાન્યુઆરીએ લગ્ન યોજાવાના છે. જેને લઇને શુક્રવારે મંડપ નાંખવાની કામગીરી તેમજ દરવાજાઓને કલર કરવા સહિતની કામગીરી થઈ હતી. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું દિગસર ગામ છે.

ચોથી પેઢીના સગાઓ દિગસરમાં

દિગસર ગામમાં હાર્દિકના ત્રીજી ચોથી પેઢીના કૌટુંબીક સગાઓ હાલ રહે છે. ગામમાં આવેલા બહુચર માતા અને મેલડી માતાના મઢે હાર્દિક અને કિંજલ તારીખ 27 જાન્યુઆરીના રોજ લગ્નગ્રંથીથી જોડાઇને પ્રભુતામાં પગલા પાડશે.

કંકોત્રી મૂકવા માટે પરિવાર ગયો હતો

અગાઉ હાર્દિકના પિતા તેમજ દાદા સહિતના વડીલો માતાજીના મઢે કંકોત્રી મુકવા ગયા હતા. ત્યાર બાદ હવે હાર્દિક સહિતના કુટુંબીજનો લગ્નના દિવસે એટલે કે રવિવારે વહેલી સવારે જ દિગસર જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular